Aapnu Gujarat
ગુજરાત

લાંભા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા ૩ લોકોના કરૂણ મોત

શહેરમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમાં પણ છેવાડાના વિસ્તારો તેમજ એસ.પી. રિંગ રોડ પર પુરઝડપે વાહન ચલાવતા વાહનચાલકોના કારણે રોજ એકાદ બે અકસ્માતના બનાવો બને છે. જેના કારણે નિર્દોષ રાહદારી અને વાહનચાલકોનાં મોત થાય છે. મોડી રાતે લાંભા ગામના વળાંક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉભી રહેલી એક ટ્રકની પાછળ કાર અને એકટીવા ઘૂસી જતાં કારચાલક અને એક્ટિવાચાલક સહિત ત્રણનાં મોત થયાં હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ત્રણ જણાંના મોતના સમાચાર જાણી સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી હતી. આ જ પ્રકારે અકસ્માતના અન્ય એક બનાવમાં, ભાડજ રિંગરોડ પર બોલેરો કાર અને બાઇકચાલક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલક અને તેના મિત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. દરમ્યાન શાહપુર વિસ્તારમાં આવેલા મિલ કમ્પાઉન્ડમાં રહેતા ઇસ્માઇલ મહમદયુસુફ કુરેશીએ કે ડિવિઝન પોલીસ સ્ટેશનનાં અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. ઇસ્માઇલનો ભાઇ બદીયુઝમા મહમદયુસુફ કુરેશી મિલ કમ્પાઉન્ડમાં તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે રહે છે અને કન્ટ્રક્શનને વેપાર કરે છે. ગઇકાલે બદીયુઝમા મીરજાપુર વિસ્તારમાં આવેલ નવાવાસમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા તેમના મિત્ર મહમદ અખતર મહમદ કુરેશી સાથે ખેડામાં આવેલા એક ફાર્મહાઉસ પર ગયા હતા. મહમદ અખતરના આ ફાર્મહાઉસમાં પશુપાલનનો ધંધો થતો હોવાથી બન્ને મિત્રો એક્ટિવા લઇને ખેડા ગયા હતા. ફાર્મહાઉસનું કામ પતાવીને બન્ને જણા પરત આવતા હતા ત્યારે અસાલાલીથી નારોલ જવાના રોડ પર તેમને અકસ્માત નડ્‌યો હતો. બદીયુઝમાં એક્ટિવા ચલાવતા હતા ત્યારે એક સ્વીફ્‌ટ કારનો ચાલક પુરઝડપે આવ્યો હતો. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર એક્ટિવા સાથે અથડાઇ હતી. કારની સ્પીડ એટલી બધી વધારે હતી કે, એક્ટિવાને ટક્કર મારતા બદીયુઝમાં અને મોહમદ અખતર રસ્તા પર ઉભેલી ટ્રકમાં એક્ટિવા સાથે ધૂસી ગયા હતા. કારની અડફેટ બાદ ટ્રકની નીચે આવી જતા બન્ને મિત્રોના ઘટના સ્થળે કમકમાટીભંર્યા મોત થયા હતાં. તો બીજી તરફ કાર ચાલક પણ ટ્રકની પાછળ ઘુસી જતા તેનું પણ ઘટના સ્થળે મોત થયુ હતું. અકસ્માતની જાણ નારોલ પોલીસ તેમજ કે ડિવિઝન ટ્રાફિક પોલીસને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. દરમ્યાન એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ નજીક બોલેરો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવતાં બોલેરો ચાલકે બંને બાઈકસવારને અડફેટે લીધા હતા. સચદેવ ભંડારી અને મનવીર લુહાર નામના બંને યુવકનાં આ અકસ્માતમાં કરૂણ મોત નીપજયા હતા. અકસ્માત બાદ બોલેરો ચાલક નાસી છૂટ્યો હતો. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Related posts

૮ સપ્તાહમાં કાયમી ડીજીપીની વરણી કરવા ગુજરાત સરકારને હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

राहुल गांधी ने किए जगन्नाथ मंदिर में दर्शन

aapnugujarat

મહિલા મિત્રની હત્યા બાદ પણ મુનીરે પ્રેમિકાની સાથે ડિનર કર્યું હોવાનો તપાસમાં ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1