Aapnu Gujarat
ગુજરાત

હવે સાબર દૂધ સંઘના સત્તાધીશો સામે ભરતી પ્રક્રિયા મુદ્દે ઉભા થયા સવાલો

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની દૂધમંડળીઓ અને પશુપાલકો દ્વારા ચાલતા સાબર દૂધ સંઘના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ૧૫૦થી વધુ કર્મીઓની ભરતી પ્રક્રિયા દરમ્યાન કૌભાંડ થતું હોવાની રજૂઆત બાદ તપાસ ચાલી રહી છે જેમાં ભરતી કૌભાંડની વાતચીત કરતો ઓડીયો સામે આવતા પશુપાલકો માટે ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. સાબરડેરીના એમડી બાબુ પટેલ અને જીલ્લા સદસ્ય કીર્તિ પટેલ વચ્ચે ભરતી કૌભાંડની ટેલિફોનિક વાતચીત બહાર આવી છે. અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ અને સાબર ડેરીના એમડી બાબુ પટેલ ભરતી કૌભાંડ મામલે ફોનમાં વાતચીત કરી હતીે જેમાં કીર્તિ પટેલની કૌભાંડ મામલે રજૂઆત હોઇ ચર્ચા દરમ્યાન એમડી મોટો ઘટસ્ફોટ કરે છ જેમાં ૧૭૦ કર્મચારીની ભરતીમાં સરેરાશ ૧૫૦થી વધુ ઉમેદવારો પાસેથી રકમ લેવાયાની વાત થઇ રહી છે જેમાં એક ઉમેદવાર પાસેથી ૨૦થી ૨૫ લાખ લેવાયાની વાત સામે આવતા એમડી દુઃખી હોવાનું જણાવી રહ્યા છે. આ સાથે પૈસાથી ભરતી થતી હોવાનુ સમજી ઉમેદવારો પણ મજબૂર હોવાનુ એમડી જણાવી રહ્યા છે.એમડી અને કીર્તિ પટેલની વાતચીતમાં પૈસાના જોરે ભરતી થતી હોવાની વાત સૌથી મોટી છે. જોકે એમડી બાબુ પટેલ વાતચીત દરમ્યાન યુવાનોની સ્થિતિ અંગે ચોંકાવનારી વાત જણાવી રહ્યા છે. યુવાન ઉમેદવારો લગ્ન ન થતાં હોવાથી જમીન વેચી કે અન્ય કોઇ રીતે ૨૦ થી ૨૫ લાખની સગવડ કરીને નોકરી મેળવવા મજબૂર છે. આ વાત ખુદ એમડી કીર્તિ પટેલને જણાવતા હોઇ ભરતી કૌભાંડમાં પરોક્ષ રીતે ખાતરી થતી હોવાનુ સામે આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ભગવતી શ્રી મેલડી માં મંદિરનો 21 મો દિવ્ય પાટોત્સવ ઉજવાયો

editor

चांदखेडा में युवती की मौत को लेकर परिजनों का हंगामा

aapnugujarat

दलित युवती ने मुस्लिम युवक से परेशान होकर दवाई पी ली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1