Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકા કિસાન સંઘ દ્વારા મામલદારને આવેદન પત્ર સોંપાયુ

કાંકરેજ નાયબ મામલતદાર ટી.એન.ચોધરીએ આવેદનપત્ર લઈ ખેડૂતોની માંગણીઓ સંદર્ભે સરકાર સુધી પહોંચાડવા માટે ખાત્રી આપી હતી. કાંકરેજ તાલુકા કિસાન સંઘના મંત્રીએ પોતાના હાથમાં ખાલી ડબલું લઈ સરકાર સામે વિરોધ કર્યો હતો. મોટી સમસ્યા ખેડૂતો માટે સૌથી પહેલાં સુજલામ સુફલામ યોજનાની કેનાલમાંથી બનાસ નદીમાં પાણી નાંખવુ,પાક વીમા યોજના અને વારંવાર થતી યુજીવીસએલની ચેકિંગ માટે કનડગત અને પાકમાં પોષણ યુક્ત ભાવ માટેની માંગણીઓ સંદર્ભે સરકાર સામે ઉગર રજૂઆત કરી હતી. જોકે ખરેખર ૩૩ ટકામાં પણ કાંકરેજ તાલુકાને બાકાત રાખવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોના બિયારણનો પણ ખર્ચો નીકળે તેમ નથી ત્યારે ખેઙુતો લાલઘૂમ દેખાયા હતા. કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ તરીકે વાઘાભાઈ પટેલ અને મંત્રી તરીકે મફાભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિતિ વચ્ચે કાંકરેજ તાલુકા કિસાન સંઘ દ્વારા આવેનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મફાભાઇએ પોતાના હાથમાં ખાલી ડબલું લઈને આત્મ વિલોપનની ચીમકી આપી હતી. ખેઙુતો દ્વારાબાઇક રેલી યોજાઈ હતી અને જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા અને શિહોરી ખાતે પહોંચીને માલદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
(હેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

युवती की हत्या करने वाला आरोपी युवक गिरफ्तार

aapnugujarat

મણિનગરને ખોખરા સાથે જોડતા દક્ષિણી અંડરપાસ બંધ કરાયો

aapnugujarat

गुजकोमासोल के चेयरमैन की १७ तारीख को चुनाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1