Aapnu Gujarat
રમતગમત

શ્રીકાંત ઇન્ડોનેશિયન ઓપન સુપર સીરીઝમાં વિજેતા

ઇન્ડોનેશિયન ઓપન સુપર સીરીઝ બેડમિંટન ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સ વિભાગમાં ફાઈનલ મેચમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ઇતિહાસ સર્જ્યો હતો. કિદામ્બી શ્રીકાંતે જાપાનના કાજુમાસા સાકાઈને હરાવીને સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. શ્રીકાંતે ૨૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં હરીફ ખેલાડી ઉપર ૨૧-૧૧, ૨૧-૧૯થી જીત મેળવી હતી. આની સાથે જ આ તાજ જીતનાર પ્રથમ પુરુષ ખેલાડી બની ગયો હતો. ભારત તરફથી આ સફળતા અગાઉ કોઇએ પણ હાંસલ કરી ન હતી. શ્રીકાંતે શનિવારના દિવસે વિશ્વના નંબર વન ખેલાડી દક્ષિણ કોરિયાના સોનવાનને હાર આપીને ઇતિહાસ સર્જ્યો હતો અને ફાઈનલમાં કુચ કરી લીધી હતી. બીજી બાજુ કાજુમાસાએ ભારતના જ પ્રણોયને હાર આપીને ફાઈનલમાં કુચ કરી હતી. ૨૪ વર્ષીય શ્રીકાંત આજે શરૂઆતથી જ આક્રમક મૂડમાં દેખાયો હતો. હરીફ ખેલાડી ઉપર પ્રથમ ગેમમાં જ પ્રભુત્વ જમાવી લીધું હતું. પ્રથમ ગેમ ૨૧-૧૧થી જીતી લીધા બાદ આગળ પણ બીજા ગેમમાં જોરદાર દખાવ કર્યો હતો. જો કે, બીજી ગેમમાં સાકાઈએ વાપસી કરી હતી અને લીડ મેળવી હતી. એક વખતે સાકાઈ ૧૧-૬થી આગળ હતો પરંતુ ત્યારબાદ શ્રીકાંતે વાપસી કરીને આક્રમક રમત રમી હતી. પહેલા બરોબરી કરી લીધા બાદ ૨૧-૧૯થી આ મેચ જીતી લીધી હતી. આની સાથે જ શ્રીકાંતને ૧૦૦૦૦૦૦ અમેરિકી ડોલર મળ્યા હતા. દુનિયાના ૨૨માં નંબરના ખેલાડી શ્રીકાંતે બીજી સુપરસીરીઝની સ્પર્ધા જીતી છે. વર્ષ ૨૦૧૪માં ચાઈના ઓપનમાં પણ તાજ જીતવામાં સફળતા મેળવી હતી. શ્રીકાંત માટે ચોથા સુપર સીરીઝ ફાઈનલને લઇને ભારે રોમાંચકતા પહેલાથી જ હતી. શ્રીકાંત ૨૦૧૫માં ઇન્ડિયા ઓપનનો તાજ જીતી ચુક્યો છે.

Related posts

पर्थ स्कॉर्चर्स से जुड़े जेसन रॉय

editor

કોલકાતા ટેસ્ટનાં પ્રથમ દિવસે વરસાદ વિલન : લકમતે ત્રણ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો

aapnugujarat

ઝહીરની મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર તરીકે નિમણૂક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1