Aapnu Gujarat
રમતગમત

૨૦૧૮માં વર્લ્ડ ટ્‌વેન્ટી-૨૦ સ્પર્ધા નહીં યોજવાનો નિર્ણય

વર્લ્ડ ટ્‌વેન્ટી-૨૦ ચેમ્પિયનશીપની સાતમી એડિશનને દેખીતીરીતે રદ કરી દેવામાં આવી છે. ટ્‌વેન્ટી વર્લ્ડકપ હવે ૨૦૨૦માં યોજાશે. ટોપ સભ્ય દેશો ૨૦૧૮માં દ્વિપક્ષીય શ્રેણીમાં વ્યસ્ત રહેશે જેથી આઈસીસી વર્લ્ડ-ટ્‌વેન્ટીને રદ કરવાનો નિર્ણય કરાયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં રહેલા ઉચ્ચ સ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, આગામી એડિશન ૨૦૨૦માં યોજાશે. જો કે, સ્થળ અંગે હજુ નિર્ણય કરવામાં આવ્યો નથી. ૨૦૧૮માં નિર્ધારિત કાર્યક્રમ મુજબ આયોજન કરાયું હતું પરંતુ દ્વિપક્ષીય શ્રેણી સભ્ય દેશો વચ્ચે રમાનાર છે. સુત્રોએ કહ્યું છે કે, આ ટુર્નામેન્ટનું આયોજન હવે ૨૦૨૦માં કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયામાં આનુ આયોજન થઇ શકે છે. દ્વિપક્ષીય શ્રેણીમાંથી કેટલીક ટીમો ખસી જવા માટે તૈયાર નથી. અગાઉની આઇસીસી વર્લ્ડ ટ્‌વેન્ટી ચેમ્પિયનશીપનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભારતમાં કરવામાં આવ્યું છે જેથી હવે આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયામાં આનું આયોજન કરવામાં આવી શકે છે. સભ્ય બોર્ડ દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટી-૨૦ લોકપ્રિયતા વધી રહી છે ત્યારે આ ચેમ્પિયનશીપને રદ કરવામાં આવી છે. દ્વિપક્ષીય સિરિઝને લઇને કેટલાક દેશોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે આગામી ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને દાવેદારો મેદાનમાં આવી ગયા છે. ભારતીય ટીમ આગામી વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જનાર છે. ત્યારબાદ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સામે રમનાર છે. આગામી આઈસીસી વાર્ષિક પરિષદની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક આવતીકાલથી શરૂ થઇ રહી છે. આમા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટેની દરખાસ્તનો સમાવેશ થાય છે. આઈસીસી તમામ ફોર્મેટમાં એક ચેમ્પિયનશીપ યોજવા માટે ઇચ્છુક છે.
આઈસીસી વર્લ્ડ-૨૦ ટુર્નામેન્ટના આયોજનને લઇને આઈસીસી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે આ શ્રેણી નહીં રમવા માટેની તૈયારી પણ થઇ રહી છે. આઈસીસીની સ્પર્ધાઓ હાલમાં વધી ગઈ છે. છેલ્લે ૨૦૧૬માં ટ્‌વેન્ટી વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયામાં આનું આયોજન કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા ૨૦૦૭માં આનું આયોજન કરાયું હતું જેથી આફ્રિકા હવે વધારે દાવેદાર છે.

Related posts

આઇપીએલ ૨૦૧૮ પર ખતરો, સરકાર અને બીસીસીઆઈને એનજીટીએ નોટીસ ફટકારી

aapnugujarat

ટી૨૦ ક્રિકેટમાં ૨૦૦ કેચ લેનાર ધોની વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો

aapnugujarat

NCA में होगा इशांत का फिटनेस टेस्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1