Aapnu Gujarat
ગુજરાત

કુબેરનગર વોર્ડમાં ગેરકાયદે બાંધકામ રોકવા ગયેલા કર્મીઓ પર હુમલો

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ૨૮ માર્ચ-૨૦૧૧ પછીના ગેરકાયદે બાંધકામ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ દરમિયાન ઉત્તરઝોનના કુબેરનગર વોર્ડમાં ગેરકાયદે બાંધકામ રોકવા પહોંચેલા મ્યુનિ.કર્મચારીઓને માર મારવામાં આવતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જ્યારે દક્ષિણઝોનમાં ગેરકાયદેસર કોમર્શીયલ બાંધકામ દુર કરવામાં આવ્યું છે.આ અંગે મળતી માહીતી અનુસાર,ઉત્તરઝોનના કુબેરનગર વોર્ડમાં વોર્ડ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા એસ્ટેટ વિભાગના ઈન્સપેકટર પ્રદિપ અને સબ ઈન્સપેકટરને મળેલી માહીતી અનુસાર તેઓ આ વોર્ડમાં આવેલા એક સિનેમાગૃહના સંચાલક દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદેસર બાંધકામને રોકવા સાઈટ ઉપર પહોંચ્યા હતા.જે દરમિયાન તેમણે બાંધકામ રોકવા કહેતા આ સિનેમાગૃહના સંચાલક ઉશ્કેરાઈ ગયા હતા જયાં વોર્ડ ઈન્સપેકટર અને સબ ઈન્સપેકટરને મુઢ માર મારવામાં આવતા વોર્ડ ઈન્સપેકટરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જયારે સબ ઈન્સપેકટરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જો કે આ ઘટના મામલે ઉત્તરઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ ચુપકીદી સેવી હોઈ આ બનાવ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ તે જાણી શકાયુ નથી.બીજી તરફ શહેરના દક્ષિણઝોનમાં ટી.પી.૫૬ નારોલ શાહવાડી પર આવેલા ફાઈનલ પ્લોટ નંબર-૩૪-૧ ઉપર શ્રીનાથ એસ્ટેટમાં ગ્રાઉન્ડ ફલોર પર ગેરકાયદેસર ૨૩૭૮ ચોરસફૂટનું બાંધકામ કરી દેવામાં આવ્યુ હતુ.આ બાંધકામ દુર કરવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી.આમ છતાં પણ આ બાંધકામને દુર કરવામાં ન આવતા દક્ષિણઝોન એસ્ટેટ વિભાગ તરફથી સ્ટાફ અને દબાણની ગાડીઓ તેમજ કોન્ટ્રાકટના મજુરોની મદદથી આ કોમર્શીયલ પ્રકારના બાંધકામને દુર કરવામાં આવ્યુ છે આગામી દિવસોમાં પણ આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામોને દુર કરવામાં આવશે.

Related posts

૧૫ ઓક્ટોમ્‍બરના રોજ નડિયાદના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે પોલીસ ઇન્‍સ્‍પેક્ટર (બિન હથિયાર ધારી) વર્ગ-૨ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજાશે

aapnugujarat

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સત્તા

aapnugujarat

કોરોનાની ચેઇનને તોડવા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી

editor

Leave a Comment

UA-96247877-1