Aapnu Gujarat
મનોરંજન

શાહરૂખ – ગૌરીથી શીખો પ્રેમ નિભાવવો

આજે બોલીવૂડ ઇન્ડ્રસ્ટ્રીના કિંગખાન ગણાતા શાહરૂખ ખાનનો બર્થ ડે છે. બોલીવૂડમાં શાહરૂખ ખાનને રોમાન્સનો પણ કિંગ કહીને બોલવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ જ શાહરૂખ ખાને કેરિયરની શરૂઆતમાં જ ગૌરી સાથે લવ મેરેજ પણ કરી લીધા હતા. ત્યારે જો તમે પણ તમારા પ્રેમ કે લગ્નજીવનને શાહરૂખ અને ગૌરીની જેમ લાંબા સમય સુધી ટકાવા માંગતા હોવ તો તમારે આ બોલીવૂડ કપલથી કેટલીક રીલેશનશીપ માહિતી લેવી જ રહી.

એક બીજાનું સન્માન કરવું : શાહરૂખ ખાન મુસ્લિમ છે તથા ગૌરી એક હિંદુ પરિવારમાંથી બિલોંગ કરે છે. આ વાત તેમના લગ્નના ટાળે પણ વિવાદનો મુદ્દો બની ચૂકી હતી. પણ તે પછી શાહરૂખ ખાન આજે પણ દિવાળી ઉજવે છે અને ઇદ પણ મનાવે છે. બીજા વાક્યોમાં કહીએ તો શાહરૂખ ખાન અને ગૌરીએ એકબીજાના વિચારોને, ધર્મને સન્માન આપ્યું. તેમણે કદી પોતાના જુદા જુદા ધર્મ અને અલગ વિચારોને તેમના પ્રેમ પર ભારે નથી પડવા દીધો.

એક બીજાનો સથવારો : વાનખેડે સ્ટેડિયમની બબાલ હોય કે પછી માય નેમ ઇઝ ખાન મૂવિના નામનો વિવાદ, કે પછી બીજી વિવિધ ફિલ્મ અભિનેત્રીઓ સાથે શાહરૂખ ખાનના નામ જોડાવાની વાત ગૌરી ખાને હંમેશા સુખ દુખમાં શાહરૂખ ખાનને પ્રેમથી સપોર્ટ કર્યો. તો બીજી બાજુ બે બાળકો પછી જ્યારે ગૌરી ખાને ડેકોરેશન ક્ષેત્રે કેરિયર બનાવાની વાત કરી ત્યારે શાહરૂખ ખાને ગૌરીને સપોર્ટ કર્યો હતો અને આગ્રહ પણ કર્યો હતો.

લગ્ન કર્યાં પછી પણ : સામાન્ય રીતે લગ્નના શરૂઆતના 10 વર્ષ કોઇ પણ લગ્નજીવનના સરળ વર્ષો હોય છે. 10 વર્ષ પછી તમારા લગ્નજીવનમાં તેવું ધણું ખરું બદલાઇ જાય છે જે એક સમયે તમારા માટે અત્યંત મહત્વનો હોય છે! બે મોટા બાળકો પછી ત્રીજા બાળકને સેરોગસીથી જન્મ આપી એક ઉંમરે ફરી માતા બનવું કદાચ ગૌરીને નહીં પણ ગમ્યું હોય પણ તેણે શાહરૂખના વિચારને માન આપ્યું. આમ જીવનમાં લાંબા સમયે ધણીવાર તેવું થાય કે આપણે સંબંધ રાખવા માટે બહુ બધું બલિદાન આપીએ છીએ. પણ ત્યારે એ હંમેશા યાદ રાખવું જરૂરી છે કે પ્રેમ બધાથી સર્વ શ્રેષ્ઠ છે!

પ્રેમ તથા વિશ્વાસ : શાહરૂખે મૂવીમાં જુદી જુદી અભિનેત્રી સાથે રોમાન્સ પણ કર્યો. બોલીવૂડમાં તેમનું નામ પણ અનેક યુવતીઓ સાથે જોડાયું. પણ તેમ છતાં ઇન્ટરવ્યૂ હોય કે કોઇને ત્યાં પાર્ટી, શાહરૂખ ખાન હંમેશા ગૌરીને લઇને જતો અને ગૌરી વિષે જ વાત કરતો. લાંબા સંબંધો માટે પ્રેમની સાથે જ એકબીજા માટે વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. ત્યારે શાહરૂખ અને ગૌરીથી આપણે આ રિલેશનશીપ ટિપ્સ તો શીખવા જ રહ્યા

Related posts

માહિરા હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇ વ્યસ્ત

aapnugujarat

Rakhi Sawantને દુબઈમાં મળ્યો નવો પ્રેમી

aapnugujarat

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ પડી છે : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1