Aapnu Gujarat
મનોરંજન

Rakhi Sawantને દુબઈમાં મળ્યો નવો પ્રેમી

ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આ વર્ષની શરૂઆત સુધીમાં રાખી આદિલ ખાન દુરાની સાથેના અફેર અને લગ્નને લઈને ચર્ચામાં હતી. જે બાદ આદિલ પર ગંભીર આક્ષેપો કરીને તેણે તેને જેલની હવા ખાવા મોકલી દીધો. આદિલથી છૂટા પડ્યાને માંડ સાડા ત્રણ મહિના જેટલો સમય થયો છે ત્યાં રાખી સાંવતનું દિલ ફરી કોઈકના માટે ધડક્યું છે. રાખી સાવંત દુબઈમાં ડાન્સ એકેડેમી ચલાવે છે અને ઘણાં દિવસ ત્યાં રહીને 12 જૂને જ મુંબઈ પાછી ફરી છે. પાછા આવતાં જ રાખીએ નવો ધડાકો કર્યો છે.

રાખીએ જણાવ્યું કે, તે ફરીથી પ્રેમમાં પડી છે. “મને ખૂબ સારો વ્યક્તિ મળ્યો છે પરંતુ હાલ હું આ સંબંધ માટે તૈયાર નથી અને મારા પહેલા લગ્નમાં જે થયું તે બાદ તો મને આગળ વધતા બીક લાગી રહી છે.” રાખી સંબંધ માટે તૈયાર નથી છતાં તેને એટલો તો વિશ્વાસ છે કે, આ વ્યક્તિ સાથે તે આખી જિંદગી કાઢી શકશે.

રાખી સાવંત 13 જૂને મીડિયા સામે આવી ત્યારે તેણે ફરીથી પ્રેમમાં પડી હોવાની હિંટ આપી હતી. રાખી સાવંતે જણાવ્યું હતું કે, મુંબઈ અને દુબઈ બંને જગ્યાએ એકસાથે ડાન્સ સ્ટુડિયો સંભાળવામાં તેને મુશ્કેલી પડી રહી છે, જેથી મદદ માટે તેને જીવનસાથી જોઈએ છે. વાત આગળ વધારતાં તેણે કહ્યું હતું કે, તેના પતિ આદિલ ખાન દુરાનીએ તેની સાથે છેતરપિંડી કરી એ પછી તે ખૂબ નાસીપાસ થઈ ગઈ હતી. એટલે જ તે દુબઈ જતી રહી હતી. પરંતુ ત્યાં તેને કોઈ એવું મળ્યું જેણે તેને આ પીડામાંથી બહાર આવવાની મદદ કરી હતી.

રાખીએ કહ્યું હતું, “હું રાહ જોઈ રહી છું કે મારા જીવનમાં ફરી ખુશીઓ આવે. જીવનમાં બહુ રડી છું હું. ડિપ્રેશનના લીધે જ હું દુબઈ જતી રહી હતી. ત્યાંથી ખૂબ મલમ ચોપડીને આવી છું.” મીડિયાના ફોટોગ્રાફર્સે રાખીને તેના નવા પ્રેમી વિશે પૂછતાં તેણે કહ્યું, “તે આરામથી આવશે. મલમ વિના તમે જીવી નથી શકતા. એવા ઘણાં લોકો છે જે તમને હાનિ પહોંચાડે છે અને તમારા ઘા પર પ્રહાર કરે છે પરંતુ દરેક તબક્કે તમારી પીડામાં સાથ આપનારા ખૂબ ઓછા હોય છે. એવા લોકોને તમારે સાથે રાખવા જોઈએ.”

રાખીએ પુષ્ટિ કરી કે હજી તેના અને આદિલના ડિવોર્સ નથી થયા. પરંતુ ઝડપથી ડિવોર્સ થાય તે તેમ ઈચ્છે છે જેથી જીવનમાં આગળ વધી શકે. ઉલ્લેખનીય છે કે, રાખીએ આદિલ પર તેના રૂપિયા પચાવી પાડ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

Advertisement

Related posts

કુલી નંબર વનની રીમેક પર ટુંક સમયમાં શુટિંગ શરૂ થશે

aapnugujarat

સલમાન ખાનને મૌની રોય ખુબ પસંદ

aapnugujarat

રેસ-૩ બાદ જેક્લીન હવે ડ્રાઇવ ફિલ્મને લઇ વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1