Aapnu Gujarat
ગુજરાત

જબુગામ સંચાલિત શ્રી સી.એન.બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં ગાંધી જ્યંતિની ઉજવણી કરાઈ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે જબુગામ ગ્રામ પંચાયત અને શ્રી વિદ્યા મંડળ, જબુગામ સંચાલિત શ્રી સી.એન બક્ષી સાર્વજનિક વિદ્યાલય, જબુગામ તથા રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ, જબુગામ યુનિટના સંયુક્ત ઉપક્રમે આજરોજ શાળામાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રો દ્વારા ગાંધીજીનાં જીવન પર આધારિત પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું તેમજ આજની યુવા પેઢી ગાંધીજીના આદર્શોને અનુસરે તેવી પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ગાંધીજીનું પ્રિય ગીત” વૈષ્ણવજન તો તેને રે કહીએ “તેનું ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગાંધીજીની પ્રિય પ્રાર્થના “રઘુપતિ રાઘવ રાજારામ”નું પણ ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો, શિક્ષકો તેમજ આચાર્યશ્રી દ્વારા ગાંધીજીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળા પરિવાર તરફથી પ્લાસ્ટિક મુક્તિ જાગૃતિ અંગે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શાળાની સફાઈ પણ કરવામાં આવી હતી જેમાં જબુગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય એન.જે.પંચાલ, જબુગામના સરપંચ દિલીપ રાઠવા, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર જે.ડી.સિસોદિયા, શાળા પરિવાર તેમજ બાળકોએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. ગ્રામ પંચાયત જબુગામ તરફથી બાળકો માટે સુરુચિ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

કચ્છની કેસર કેરીનો સ્વાદ ચાખવા હજુ એક મહિનો રાહ જોવી પડશે

aapnugujarat

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધો- ૧ માં ૭૮૯૭ અને આંગણવાડીમાં ૩૪૭૪ ભૂલકાંઓનું નામાંકન : ધો- ૯ માં પણ ૪૦૦૬ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

aapnugujarat

પીપાવાવ રેલ્વે પર સિંહોના મૃત્યુ ધટાડવા સીસીટીવી કેમેરા લગાવવા અનુરોધ

editor

Leave a Comment

UA-96247877-1