વિશ્વની ત્રીજા ભાગની વસતી મેદસ્વી બની ચૂકી છે તેને કારણે વિશ્વમાં આરોગ્યકીય કટોકટી સર્જાઈ ચૂકી છે. ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ તેને કારણે જ વધી રહ્યું છે.પ્રત્યેક ૧૪ મૃત્યુએ એક મૃત્યુનું કારણ મેદસ્વીતા બની રહ્યું છે. આ આંકડો હજીપણ વધવાની સંભાવના છે.વિશ્વભરના ૧૯૫ દેશના વર્ષ ૨૦૧૫ના આંકડા લઈને અભ્યાસ કરતાં અભ્યાસ કરનારાઓના ધ્યાને આવ્યું હતું કે ૨.૨ અબજ લોકો અર્થાત વિશ્વની કુલ ૭.૫ અબજની વસતીના ૩૦ ટકા લોકો વધુ પડતુ વજન ધરાવે છે તે પૈકી ૭૧.૧ કરોડ અર્થાત વિશ્વની કુલ વસતીના ૧૦ ટકા લોકો મેદસ્વી વર્ગીકૃત થઈ ચૂક્યા છે.મેદસ્વીતા અને ઓવરવેઇટ વચ્ચે ખાસ તફાવત નથી. બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) ૩૦ થી વધુ નોંધાય તો વ્યક્તિને મેદસ્વી કહેવાય અને બીએમઆઈ ૨૫ ટકા કરતાં વધુ નોંધાય તો ઓવરવેઇટ કહેવાય છે.સંશોધકોના ધ્યાને આવ્યું છે કે બ્રિટનમાં મેદસ્વી લોકોનું પ્રમાણ વૈશ્વિક સરેરાશ કરતાં પણ ઉંચુ ગયું છે. વયસ્ક પુરુષો પૈકીના ૬૭ ટકા અને વયસ્ક મહિલા પૈકીના ૫૭ ટકા ઓવરવેઇટ છે તે પૈકી ૨૪ ટકા બ્રિટિશ વયસ્ક અર્થાત ૧.૨ કરોડ લોકો મેદસ્વી મનાય છે. ૧૯૮૦માં આ પ્રમાણ ૧૬ ટકા હતું.બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ૭.૫ ટકા છે. ૧૯૮૦ પછી આ પ્રમાણમાં પણ ૫.૫ ટકા જેટલો વધારો નોંધાયો છે. બાંગ્લાદેશ અને વિયેતનામમાં મેદસ્વિતાનું સૌથી નીચું ૧ ટકા પ્રમાણ છે.ચીનમાં સૌથી વધુ ૧.૫૩ કરોડ બાળકો અને ભારતમાં ૧.૪૪ કરોડ બાળકો મેદસ્વી છે. અમેરિકામાં મેદસ્વી વસતીનું પ્રમાણ ૩૩ ટકા છે. અહીં ૭.૯૪ કરોડ લોકો મેદસ્વી છે. ચીનમાં આ વસતીનું પ્રમાણ ભલે પાંચ ટકા જેટલું ઓછું કહેવાતું હોય પરંતુ તે મેદસ્વી લોકોનો આંકડો ૫.૭૩ કરોડનો છે.
આગળની પોસ્ટ