Aapnu Gujarat
બ્લોગ

એટમ બોમ્બની સરખામણીમાં વધુ ખતરનાક છે હાઈડ્રોજન બોમ્બ

હાઈડ્રોજન બોમ્બનાં પહેલા સફળ પરિક્ષણની ઉત્તરી કોરિયાની જાહેરાતની દુનિયાભરમાં આલોચના થઈ રહી છે, ત્યાંના નેતા કિમ જોંગ-ઉને ગયા મહિને સંકેત આપ્યા હતા કે તેમના પરમાણુ સંપન્ન દેશે હાઈડ્રોજન બોમ્બ પણ વિકસિત કરી લીધો છે. ઉત્તર કોરિયા આ પહેલા એટમ બોમબના પણ ત્રણ પરિક્ષણ કરી ચુક્યુ છે. આવો જાણીએ એટમ બોમ્બની તુલનામાં હાઈડ્રોજન બોમ્બ કેમ વધુ ખતરનાક છે….
૧. એટમ બોમ્બની તુલનામાં હાઈડ્રોજન બોમ્બ વધુ શક્તિશાળી અણુસંબંધી હથિયાર છે.
૨. હાઈડ્રોજન બોમ્બથી કાઢનારી ઉર્જા એટમ બોમ્બની તુલનામાં વધુ હોય છે.. હાઈડ્રોજન બોમ્બ આખા શહેરનું એક જ વિસ્ફોટમાં નામોનિશાન મિટાવી શકે છે.
૩. હાઈડ્રોજન બોમ્બ પોતાની ઉર્જા અણુઓના વિલય એટોમિક ફ્યૂજનથી મેળવે છે. જ્યારે કે એટમ બોમ્બ પોતાની ઉર્જા અનુઓના વિખંડનથી મેળવે છે.
૪. અણુસંબંધી વિલય અને અણુસંબંધી વિખંડન બે જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ છે. જેમાંથી ઉર્જા નીકળે છે… વિખંડનની પ્રક્રિયામાં દરેક અણુ બે કે તેનાથી વધુ નાના અને હલ્કા અણુઓમાં વહેંચાય જાય છે. ૫. તેનાથી વિપરિત, વિલયન દરમિયાન બે કે તેનાથી વધુ નાના અને હલકા અણુ મળીને મોટુ અને વધુ ભારે અણુ બની જાય છે.. ૬. હાઈડ્રોજન બોમ્બમાં હાઈડ્રોજનના અણુઓના વિલયનનો ઉપયોગ થાય છે. તેથી તેને હાઈડ્રોજન બોમ્બ કહે છે.
૭. કોઈ ફ્યૂજન બોમ્બને બનાવવુ અનેક ઘણુ વધુ મુશ્કેલ હોય છે. કારણ કે તે માટે અનેક ગણુ વધુ તાપમાન, કરોડો ડ્રિગ્રી સેંટ્રીગ્રેડ – ની જરૂર પડે છે.. આ તાપમાનને મેળવવા માટે અણુસંબંધી વિખંડનની પ્રક્રિયા કરાવવામાં આવે છે. જેથી વધુ ઉર્જા ઉત્પન્ન થાય અને ફરી એ ઉર્જા દ્વારા વિલયન શરૂ કરાવવામાં આવે છે. કોઈપણ ફ્યૂજન બોમ્બ માટે પહેલા એક વિખંડન ઉપકરણને ચલાવવુ અનિવાર્ય હોય છે.. ૮. હાઈડ્રોજન બોમ્બને નાના આકારમાં બનાવવા સરળ હોય છે. જેથી તેને મિસાઈલમાં સહેલાઈથી ફિટ કરી શકાય. ૯. જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એટમ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને આજ સુધી ક્યારેય કોઈ પણ યુદ્ધમાં હાઈડ્રોજન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ૧૦. આ ઉત્તરી કોરિયા દ્વારા કરવામાં આવેલ અત્યાર સુધીનું ચોથુ અણુ પરીક્ષણ છે. જો કે આ પહેલો ફ્યુજન બોમ્બ છે.
સીઆઈએ દ્વારા તાજેતરમાં નવ લાખ ત્રીસ હજાર ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. સીઆઈએ દ્વારા આ દસ્તાવેજોના ૧.૨ કરોડથી વધારે પૃષ્ઠોને ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં ૧૯૮૦ના દશક દરમિયાન ભારતની પરમાણુ હથિયારોની ક્ષમતાઓ બાબતે રસપ્રદ જાણકારી આપવામાં આવી છે. એક દસ્તાવેજમાં સીઆઈએનું કહેવું છે કે ભારતીય સુરક્ષા ઘણી કડક હોવાના કારણે ભારતના પરમાણુ કાર્યક્રમની વિગતો પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સીઆઈએનું કહેવું છે કે રાજીવ ગાંધી સરકાર એક હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવા માંગતી હતી. આ પ્રસ્તાવિત પરમાણુ પરીક્ષણ ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા અગિયાર વર્ષ પહેલા કરવામાં આવેલા એક અન્ય પરીક્ષણથી ઘણું વધારે શક્તિશાળી હતું. ભારત તે સમયે પરમાણુ તકનીકના મામલામાં પાકિસ્તાનથી ઘણું આગળ હતું. રાજીવ ગાંધી પરમાણુ કાર્યક્રમને આગળ વધારવા બાબતે ખચકાટ અનુભવી રહ્યા હતા. પરંતુ ૧૯૮૫ની શરૂઆતમાં પાકિસ્તાન તરફથી પરમાણુ હથિયાર બનાવવાની યોજના પર કામગીરી બાબતે અહેવાલ મળ્યા બાદ રાજીવ ગાંધીએ પોતાનો ઈરાદો બદલ્યો હતો. રાજીવ ગાંધીએ ચોથી મે-૧૯૮૫ના રોજ જણાવ્યુ હતુ કે પરમાણુ હથિયાર બનાવવાની પાકિસ્તાનની સતત કોશિશોના કારણે ભારત પોતાની પરમાણુ નીતિની સમીક્ષા કરવા માટે મજબૂર બન્યું છે. સીઆઈએની ટીમનો દાવો હતો કે મુંબઈ પાસે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના ૩૬ પરમાણુ વૈજ્ઞાનિકોની એક ટીમે હાઈડ્રોજન બોમ્બના પરીક્ષણની તૈયારી કરી હતી. દાવા મુજબ ભારત પરમાણુ હથિયારોના નિર્માણ માટે પ્લુટોનિયમ એકઠું કરી રહ્યું હતું. જો કે સીઆઈએનું આકલન હતું કે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આર્થિક પરિણામોની આશંકાને કારણે પાકિસ્તાનના પરમાણુ પ્લાન્ટ્‌સ પર ભારત દ્વારા હુમલો કરવામાં નહીં આવે. એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સુરક્ષા માટે લાંબાગાળા માટે પાકિસ્તાનને નહીં.. પણ ચીનને ખતરો માનવામાં આવે છે.
અમેરિકાની તત્કાલિન સરકાર દ્વારા દૂત મોકલવાને લઈને દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત આમ થાય તેવું ઈચ્છતું ન હતું. પરંતુ તેમ છતાં તે દૂતની વાત સાંભળવા માટે તૈયાર હતા.સીઆઈએનું કહેવું છે કે અમેરિકાના પ્રતિનિધિનું પાકિસ્તાન સ્વાગત કરત્‌, તે સમયે દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને અમેરિકાનું એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સાથીદાર ગણવામાં આવતું હતું. જ્યારે તે વખતે ભારત તત્કાલિન સોવિયત રશિયાનું વ્યૂહાત્મક મિત્ર હતું. જો કે રાજીવ ગાંધી સરકારે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું ન હતું. ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયીની સરકારે પરમાણુ પરીક્ષણો કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને પમ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. સીઆઈએનું કહેવું છે કે તેને ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પહેલા ગુપ્ત જાણકારી મળી શકી ન હતી.
અમેરિકન જીયોલોજીકલ સર્વએ રવિવારે જયારે કોરીયન દ્વિકલ્પમાં ૬.૩ ની તીવ્રતાનો ભુકંપનો આંચકો નોંધ્યો તો તે સમયે તુર્તજ સ્ક્રીન પર ઝળકયુ ૪૧.૩૪૩ નોર્થ ૧૨૯.૩૬ ઈસ્ટ ભૂકંપનું ભુમી બિન્દુ જમીનથી ૪૪૦૦ ફૂટ નીચે અંદાજે ૧૦૦-૩૦૦ કિલોટોન ઉર્જા ઉત્પન્ન થઈ હતી. વિસ્ફોટ એ સ્થળે જ થયો હતો જયાં અગાઉ ઉતર કોરીયાએ અણુ પરિક્ષણ કર્યા હતા જોકે આ વિસ્ફોટ અણુ પ્રયોગ હતો કે અન્ય કોઈ તે પારખી શકયુ નહી, ચીનનાં અર્થકવેક એડમીનીસ્ટેટને પણ ૬.૩ ની તિવ્રતાનો ભૂકંપ નોંધ્યો જયારે રશીયાની વેધશાળાએ ૬.૪ ની તિવ્રતાનો ભૂકંપ નોંધ્યો થોડી જ સેક્ધડમાં એક સરખા પાંચ સંદેશ વહેતા થયા.
ઉત્તર કોરીયાએ ફરી એક વખત અણુ પરિક્ષણ કર્યું છે પણ આ પરિક્ષણ અગાઉના તમામ પાંચ અણુ પરિક્ષણ કરતા વધુ શકિતશાળી હતું. થોડી જ મિનિટોમાં ઉતર કોરીયાથી સતાવાર સમાચાર સંસ્થાએ જાહેર કર્યું કે આ પરિક્ષણ અણુ નહીં હાઈડ્રોજન બોમ્બનું હતું અને તે સફળ થયુ છે.
આ જાહેરાતની થોડી સેક્ધડમાં જ અમેરીકા-રશીયા-ચીન-જાપાન અને દક્ષિણ કોરીયામાં ડિપ્લોમેટીક અને મિલિટ્રી ચેનલો વચ્ચે માહીતીની આપલે શરૂ થઈ ગઈ. અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક ચબરખી જેવા સંદેશામાં હાઈડ્રોજન પરિક્ષણ એજેને ટુ-સ્ટેજ થર્મોનુકલીયર ડીવાઈઝ કહેવાય છે. તે અંગે માહીતી અપાઈ.ઉતર કોરીયાએ અગાઉ જે પાંચમું અણુ પરિક્ષણ કર્યુ હતું તેના કરતા આ ૧૦ ગણો વધુ શકિતશાળી વિસ્ફોટ હતો એક નોવર્જીયન અર્થકવેક મોનેટરીંગ એજન્સીએ વધુ માહીતી આપતા કહ્યું કે આ ૧૨૦ કિલોટનનો વિસ્ફોટ હતો. જે બીજા વિશ્ર્‌વ યુદ્ધ સમયે અમેરિકાએ હીરોશીમા પર જે ૧૫ કિલો ટનનો “લીટલ બોય તથા નાગાસાકી પર ૨૦ કિલો ટનનો ‘ફેટમેન’ અણુ બોમ્બ વરસાવ્યો હતો તેના કરતા અનેક ગણો વધુ શકિતશાળી હતો.આ ખબરથી જ ઉતર કોરીયાના ઈમીડીએટ-પાડોશી જાપાન અને દક્ષિણ કોરીયામાં તો ભયનુ લખલખું પસાર થઈ ગયુ.સિઓલ ખાતેની નેશનલ યુનિ.નાં ન્યુકલીયર એન્જીનીયરીંગ પ્રોફેસર કુને પાસ સુહે નોંધ લીધી કે આ સ્તરની શકિત એ ફકત હાઈડ્રોજન બોમ્બથી જ પેદા થઈ શકે છે. તેઓએ ઉમેર્યું કે ઉતર કોરીયાએ ખરેખર ખુદને અણુ રાષ્ટ્ર બનાવી દીધુ છે. હવે જોવાનું એ છે કે તે ‘ગેમ ચેન્જર’ બને છે કે ‘ગેમ ઓવર’ સાબીત થાય છે.ઉતર કોરીયાએ અગાઉ જુલાઈ માસમાં જ બે આંતરખંડિય બેલેસ્ટીક મિસાઈલનું પરિક્ષણ ર્ક્યુ હતું જે અમેરિકાની ભૂમીને ટાર્ગેટ કરી શકે છે. જોકે ઉતર કોરિયાની આ સિદ્ધિ છતા નિષ્ણાંતો એ પ્રશ્ર્‌ન ઉઠાવે છે કે આ ટેસ્ટ મીસાઈલ જે પ્રમાણમાં હળવા પેલોડ (બોમ્બ) સાથેના હતા.વાસ્તવમાં આ મિસાઈલ વાસ્તવિક અણુ બોમ્બ (વોરહેડ) લઈને આટલુ અંતર કાપી શકે છે કે કેમ તે પ્રશ્ર્‌ન છે. ઉપરાંત લાંબી રેન્જના મિસાઈલ માટે પૃથ્વીના વાતાવરણની બહાર નિકળીને પછી ટાર્ગેટ પર ત્રાટકતા પૂર્વે તેને ફરી આ વાતાવરણમાં પ્રવેશવાનું હોય છે. આ રી-એન્ટ્રી સમયે તે વાતાવરણ સાથે ઘર્ષણ આવે તો તે ઉર્જા જે પ્રચંડ-લાખો કિલોટનની હોય છે તે સહન કરી શકે અને મિસાઈલ સફળ રી-એન્ટ્રી કરે તે ટેકનોલોજી ઉતર કોરીયા પાસે છે કે કેમ તે તેણે સાબીત કરવુ બાકી છે. પણ હવે જો ઉતર કોરીયાએ હાઈડ્રોજન બોમ્બનું સફળ પરિક્ષણ કર્યુ હોય તો તે વધુ ચિંતાની બાબત એ છે કે આ હાઈડ્રોજન બોમ્બ અતિ હળવા વોરહેડ (બોમ્બ) હોય છે અને તે અણુ બોમ્બ કરતા વધુ વિનાશ વેરે છે.
આમ નોર્થ કોરીયા પાસે ખરેખર ટુ-સ્ટેજ થર્માનુંકલીયર ડીવાઈઝ છે કે કેમ તે હજુ પ્રશ્ર્‌ન જ છે. ઉતર કોરીયાએ વાસ્તવમાં ૨૦૧૬ માં દાવો કર્યો હતો કે તેણે હાઈડ્રોજન બોમ્બની એક નાની એડીશનનું પરિક્ષણ કર્યું હતું. પણ નિષ્ણાંતોએ તે સમયે એવો તર્ક લગાવ્યો હતો કે અણુ બોમ્બને થોડા “બુસ્ટ કરીને હાઈડ્રોજન ઈસોટોયેઝ કરીને તેની તિવ્રતા વધારાઈ છે પણ હવે ૨૦૧૭ નું આ પરિક્ષણ કહે છે કે ઉતર કોરીયા રીયલમાં હાઈડ્રોજન બોમ્બ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
હાઈડ્રોજન અને અણુ બોમ્બમાં ઘણો ફર્ક છે. હાઈડ્રોજન બોમ્બ વધુ શકિતશાળી છે તે ટ્રુ-સ્ટેજ બોમ્બ છે અને તે વધુ ક્ષેત્રમાં ઘાતક બને છે.અણુ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ વચ્ચે તેના વિનાશનો જ ફર્ક છે.અણુ બોમ્બ વિસ્ફોટ સાથે જ તેમાં લોક કરાયેલી વિધ્વંશક શકિત છુટી પડે છે. તેની કિરણોત્સર્ગી અસર જે વિધ્વંશ કરે છે તેના સબ એટોમીક (અણુના પણ અણુ) ન્યુટ્રોન્સ મુકત રીતે ઉડે છે અને તે વધુ અણુમાં વિભાજીત થાય છે અને એક વિધ્વંશક વિસ્ફોટ પેદા કરે છે.જયારે હાઈડ્રોજન બોમ્બ કે થર્માનુકલીયર બોમ્બ એ સેક્ધડ સ્ટેજ રીએકશન આપે છે. આ બોમ્બ તેના પ્રથમ સ્ટેજમાં અતિ પ્રચંડ-ભારે દબાણ ધરાવતા અણુનું દબાણ બને છે અને હાઈડ્રોજનના નાના અણુ બોમ્બના વચ્ચે જમા થાય છે. અને બાદમાં ન્યુટ્રોનના તરંગો જેવી સ્થિતિ બને છે જે ચેઈન રીએકશનની જેમ વિસ્ફોટ સર્જે છે જેની આસપાસ યુરેનીયમની લેયર હોય છે અને તેનાથી વધુ વિસ્ફોટ સર્જાય છે. આ પરિક્ષણ સફળ હોય તો તેને તે એક વોર હેડ (બોમ્બ) જયાં વિનાશ ઠાસી ઠાસીને ભર્યા હોય તેનું નિર્માણ કરી શકે છે. ઉતર કોરીયા પાસે અણુ બોમ્બ બનાવવા જે મર્યાદિત શુધ્ધ યુરેનિયમ છે તેનો આ બોમ્બથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય છે.

Related posts

ક્રાંતિકારી નિર્ણય : નોટંબંધીને બે વર્ષ પૂર્ણ થયાં

aapnugujarat

डूंगरपुर उपद्रव किसी बड़े आंदोलन की आहट तो नहीं..?

editor

ભારતમાં પૂર પાછળ નદીઓનું રાજકારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1