Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના કાંકણોલ ગ્રામ પંચાયત વિસ્તારની સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાથી લોકો પરેશાન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહાકાલી મંદિર પાસે આવેલ રંગમહોલ સોસાયટીમાં પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલ આરસીસી રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રોડનું લેવલ ના રહેતા રંગમહોલ સોસાયટી જૈનાચાર્ય સ્કૂલની બિલકુલ સામે સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જવાની સમસ્યા વધતી જાય છે ત્યાંથી પસાર થવું સ્થાનિકો તથા સ્કૂલના વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે. શહેરમાં વીઆઈપી મહાકાળી મંદિર વિસ્તાર ગણવામાં આવે છે ત્યારે આજુબાજુની સોસાયટીનો સમાવેશ કાંકણોલ ગામ પંચાયતમાં થાય છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સ્થાનિકોને મુશ્કેલી ભોગવવી પડે તે પણ વ્યાજબી નથી. લોકો રોડ રસ્તા વીજળી પાણીનો ટેક્સ ભરે છે છતાં પણ મુશ્કેલી ભોગવવી પડે છે, હાલમાં તો દેશમાં સ્વચ્છતા અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે કાંકણોલ ગ્રામ પંચાયતના સત્તાધીશોને નિયમનો કોઈ ખ્યાલ ના હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. પંચાયતના ગાયત્રી મંદિર ડામર રોડ ઉપર પણ મસમોટા ખાડા પડી ગયા છે. આ બાબતે કાંકણોલ ગ્રામ પંચાયતના યુવા સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કામ કરતું નથી. જો જિલ્લા પંચાયત ( બાંધકામ વિભાગ ) સામાન્ય ગ્રામ પંચાયતનું નથી માનતી તો આમ જનતાનું તો શું માનશે અને રોડ રસ્તા રિપેરિંગ કરાવશે તે જોવું રહ્યું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

સુરતમાં ભાજપના ઉમેદવારને ખેસ ખિસ્સામાં નાખીને ભાગવું પડ્યું

aapnugujarat

ભાજપના રાજમાં ખુલ્લેઆમ ગેરકાયદે ભ્રષ્ટાચાર ચાલે છે : સુરેશ મહેતા, પીયુસીએલના ગૌતમ ઠાકર

aapnugujarat

रामदेवनगर क्षेत्र की लाइन में लीकेज होने से हजारों लीटर पानी बरबाद हो गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1