Aapnu Gujarat
ગુજરાત

છોટા ઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના આયુષ્માન ભારત દિવસની ઉજવણી કરાઈ

આજે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન ભારત પ્રધનમંત્રી જન આરોગ્ય યોજનાને એક વર્ષ પુર્ણ થતા ‘‘આયુષ્માન ભારત દિવસ’’ની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી જિલ્લા પંચાયત છોટાઉદેપુર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભારતી ગુપ્તા ટી.એચ.ઓ બોડેલીની આગેવાનીમાં બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા હેલ્થ ચેકઅપ અને ડાયાબિટીસ, હાયપટેન્શન, બી.પી.ની તપાસ તાલુકાના રિક્ષા ચાલકો તેમજ તેમના પરિવાર માટે તથા તાલુકાના ગ્રામજનો માટે ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણ તબીબોની ટીમ તથા ચાર સી.એચ.ઓ. ટીમ દ્વારા ૨૫૦થી વધુ હેલ્થ ચેકઅપ તેમજ ડાયાબીટીસનાં દર્દી, બી.પી, હાયપરટેન્શન ના ૧૨૦ થી વધુ દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીએ રીક્ષાચાલક ભાઇઓને પુષ્પ આપી તેમનું સ્વાગત કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

મોસાળ સરસપુરમાં મામેરાંના દર્શન કરીને શ્રદ્ધાળુ રોમાંચિત

aapnugujarat

દાહોદમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા

aapnugujarat

બનાસકાંઠા તાલુકા પંચાયત ચૂંટણી : ભાજપે ૧૩ તો કોંગ્રેસે ત્રણ પર કબજો મેળવ્યો

editor

Leave a Comment

UA-96247877-1