Aapnu Gujarat
રમતગમત

વડિયા પ્રાથમિક શાળા ની વોલીબોલ ટિમ જિલ્લા માં પ્રથમ ક્રમે આવી

દિયોદર તાલુકાના સોની ગામે શનિવારનાં રોજ યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ કાર્યક્રમમાં દિયોદર તાલુકાની વડિયા પ્રાથમિક શાળાની બહેનોની ટીમે વોલીબોલ અંડર – ૧૪ માં ભાગ લીધો હતો જેમાં આ મહિલા ટીમે સુંદર પર્ફોમન્સ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જોકે આ ટીમ બનાસકાંઠા જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા આવનારા સમય માં રાજયકક્ષાના યોજાનાર ખેલ મહાકુંભ કાર્યક્રમ માં ભાગ લેવા જશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વડિયા પ્રાથમિક શાળાની કબડ્ડીની ટીમ અગાઉ રાજય કક્ષાએ પણ ઝળકી હતી, જયારે હાલ વોલીબોલ સ્પર્ધામાં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી વડિયા ગામ, શાળા અને દિયોદર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. વડિયા પ્રાથમિક શાળાની ટીમને શાળાના પ્રિન્સીપાલ વિકાસ દરજી તેમજ ટીમના કોચ આકાશ પટેલનું સતત માર્ગદર્શન મળતું રહે છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

RR ने उथप्पा को CSK के साथ ट्रेड किया

editor

टेस्ट रैंकिंग : कोहली तथा रहाणे फिसले, पुजारा 8वें स्थान पर पहुंचे

editor

मेरे परिवार के लोगों को गालियां सुननी पड़ी जिसका मुझे बहुत दुख हुआ

editor

Leave a Comment

UA-96247877-1