Aapnu Gujarat
ગુજરાત

બોડેલીના અલીપુરમાં નારાયણ હર્બલ્સ નેચરોથેપી પંચકર્મનું ઉદ્‌ઘાટન કરતાં સાંસદ ગીતા રાઠવા

બોડેલીના અલીપુરા વિસ્તારમાં નિર્માણ કરાયેલ નારાયણ હર્બલ્સ નેચરોપેથી અને પંચકર્મ સેન્ટરનું ઉદ્દઘાટન સાંસદ ગીતાબેન રાઠવા તેમજ સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બોડેલી ગામના વિનય ભગત, સંદીપ ભગત, રાજીવ મહેતાના સહયોગથી નારાયણ હર્બલ્સ નેચરોપેથી અને પંચકર્મ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમવાર નિર્માણ કરવામાં આવ્યું છે. સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે બોડેલી ખાતે જિલ્લાનાં પ્રથમ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું અને આ ત્રણે સહયોગ કરતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સેન્ટરની વિસ્તારમાં જરૂર હતી. એલોપેથી દવાઓ કરી છે આપણે પણ આજે નેચરોપેથી અને પંચકર્મનો જે ઈલાજ થાય છે તે શરીર માટે ખુબ જ જરૂરી છે.ચ ધારાસભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું કે ઘણાં સમયથી આ વિસ્તારમાં નેચરોપેથી અને પંચકર્મ સેન્ટર ન હતું ત્રણે સહયોગથી આ સેન્ટરનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાન મોદી આ વિષય માં ઘણાં આગળ વધ્યા છે ત્યારે આ વિસ્તારમાં આયુર્વેદિક આ દવાનો ઉપયોગ થાઈ તેમજ એલોપેથી દવા માણસને ઘણીવાર નુકશાન પણ કરે છે.
આ પ્રસંગે સ્વામી નિજાનંદગીરી, અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કંચન પટેલ, ડે. સરપંચ અરજીતસિંહ લાકોડ , અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના સભ્ય જીગ્નેશ ચોકસી, ભાજપ પૂર્વ પ્રમુખ મનોજ શાહ, માજી તાલુકા પ્રમુખ રાજપીપળા દિનેશ તડવી, અમદલા સરપંચ રાજુ તડવી , રામચંદ્ર ભગત, નારાયણ ભગત , નરેન્દ્રકુમાર મહેતા , ડો. ભગવત પટેલ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

એટીએમ મશીનથી ચોર ચોર અવાજ આવતાં ચોર ભાગ્યાં

aapnugujarat

દિવાળી તહેવારને લઈ એસટી વિભાગ દોડાવશે એકસ્ટ્રા બસ

aapnugujarat

उमरपाडा में भारी तबाही, १६ इंच बारिश से पानी में डूबा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1