Aapnu Gujarat
ગુજરાત

બોડેલીના ખત્રી પરિવારે અકસ્માતમાં ગુમાવેલા બાળકોની આર્થિક સહાય મળતાં રાજ્ય સરકારનો આભાર માન્યો

બોડેલીના ખત્રી પરિવારે વર્ષ અગાઉ હાલોલ રોડ પર ભાટ પાસે કાર દુર્ઘટનામાં સાત બાળકો ગુમાવ્યા હતા, જેઓનાં પરિવારને સરકારી સહાય માટે થયેલી રજુઆતને પગલે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી બે – બે લાખ રૂપિયા મળીને કુલ છ લાખ રૂપિયા કલેક્ટર મારફતે ત્રણેય પરિવારને ચેક રૂપે મળ્યા છે. બોડેલીમાં તસ્લિમ વેલ્ડીંગનાં નામે ફેબ્રિકેશનનો ધંધો કરતા ખત્રી પરિવારનાં સાત બાળકો સાથે ગત ૧૧-૦૮-૨૦૧૮નાં રોજ હાલોલ થી બોડેલી કારમાં આવી રહ્યા હતા અને ભાટ પાસે વળાંક પર નાળામાં કાર ખાબકી હતી જેમાં સાત બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના ક્યારેય વિસરાય તેમ નથી. મહંમદ સલીમ અબ્દુલ રઝાક ખત્રીનાં ત્રણ પુત્રો, અલતાફહુસેન રઝાક ખત્રીનાં બે પુત્રો અને તસ્લિમ અબ્દુલ રઝાક ખત્રીનાં બે પુત્રો મળીને કુલ સાત બાળકો એક જ પરિવારે કાર દુર્ઘટનામાં ગુમાવ્યા હતા.
બોડેલીનાં મુસ્લિમ અગ્રણી અનવર મન્સૂરીએ ધારાસભ્ય અભેસિંહ તડવીને સરકારી સહાય માટે રજુઆત કરી હતી જેથી ધારાસભ્યએ લેખિત રજુઆત ગુજરાત સરકારમાં તે વખતે કરી હતી જેથી હમણાં ત્રણેય પરિવારને બે બે લાખ રૂપિયાનાં ત્રણ ચેક છોટાઉદેપુર બોલાવીને જિલ્લા કલેકટરે આપ્યા હતા. બોડેલીનાં ખત્રી પરિવાર સહિત સમાજના આગેવાનોએ ધારાસભ્ય અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

१०८ एम्ब्युलन्स वटवा के पास हुए गड्ढे में फंसने से सनसनी

aapnugujarat

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડ : યશપાલ અને ઇન્દ્રવદનના રિમાન્ડ મંજૂર

aapnugujarat

મામલતદાર કચેરી, નડિયાદ ખાતે ઇ-ધરા કેન્‍દ્રની સુવિધા ઉપલબ્‍ધ કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1