Aapnu Gujarat
રમતગમત

દિયોદર તાલુકાના વડીયા ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું

ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિવિધ રમતો અલગ અલગ તાલુકા કક્ષાની સ્થળ પર યોજવામાં આવે છે ત્યારે ૭/૯/૨૦૧૯ના રોજ દિયોદર તાલુકાના વડીયા ખાતે તાલુકા કક્ષાના કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તાલુકામાંથી ૧૨૫થી વધારે ટીમો અલગ-અલગ વય જુથમાં ભાગ લઇ રમતમાં સહભાગી બની હતી.
આ પ્રસંગે દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા (કાર્યક્રમના અધ્યક્ષ), પુર્વ મંત્રી અને દિયોદર વિધાનસભા સીટનાં પુર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ, દિયોદર વિધાનસભા સીટનાં પુર્વ ધારાસભ્ય અનિલ માળી, બનાસકાંઠા જીલ્લા પંચાયત ઉપપ્રમુખ માલજી દેસાઈ, દિયોદરનાં જીલ્લા પંચાયત સીટના તમામ સદસ્યો, તાલુકા પંચાયત સીટના સદસ્યો, દિયોદર તાલુકા વિકાસ અધિકારી પ્રફુલ દવે,DSO કચેરી પાલનપુર કાપડી સાહેબ, HTAT મુખ્ય શિક્ષક રાજય સંઘના પ્રમુખ ભદ્રસિંહ રાઠોડ, BRC કો. ઓ. મહેન્દ્ર ખત્રી,TPEO કચેરીના પ્રતિનિધિ ધીરુભાઈ દેસાઈ, તાલુકા પ્રાથમિક મુખ્ય શિક્ષક ઘટક સંઘના પ્રમુખ મુકેશ ત્રિવેદી, તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ પી.કે. ઠાકોર અને મંત્રી ચેલાભાઈ ચૌધરી, જીલ્લા શિક્ષક મંડળીના વાઇસ ચેરમેન સોમાલાલ ઉપાધ્યાય, જીલ્લા પ્રાથમિક ઘટક સંઘના ઉપપ્રમુખ જગમાલ દેસાઈ, દિયોદર પ્રાથમિક શિક્ષક મંડળીનાં ચેરમેન ભલજીભાઈ ડાભી, CRC કો ઓ શાંતિલાલ માળી, ભેસાણા પગાર કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષક પરીમલ પટેલ, ગોવિંદ દેસાઈ તથા ભેસાણા પગાર કેન્દ્ર શાળામાં સમાવિષ્ટ પેટા શાળાના મુખ્ય શિક્ષકો ઉપરાંત દિયોદર રમત ગમત સમિતિના કન્વીનર રાજુ દેસાઈ તથા સહ કન્વીનર અમરત ભાટી, નરેશ ચૌધરી સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ ઉપરાંત ROTARY COMMUNITY CORP દિયોદરનાં સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૧ બોટલ દાન મળ્યું હતું.
આ સ્પર્ધાનું આયોજન વડીયા પ્રાથમિક શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ ગ્રામજનો ખડેપગે રહી ચાર હજારથી વધારે માણસોને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

चीनी कंपनी वीवो नहीं होगी आईपीएल की स्पॉन्सर

editor

બાંગ્લાદેશ પ્રવાસનો બહિષ્કાર કરવા માટે વિચાર કરી રહ્યા છે ઑસ્ટ્રેલિયાના પ્લેયર્સ

aapnugujarat

England Tour के लिए पाकिस्तान टीम का ऐलान

editor

Leave a Comment

UA-96247877-1