Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રમઝાન મહિનામાં પણ આઇએસનો આતંક યથાવત, ઈસ્લામિક દેશ અને યુરોપમાં કર્યા હુમલા

ઈરાક અને સિરિયામાં પોતાનો મજબૂત પગપેસારો કર્યા બાદ આતંકી સંગઠન આઇએસ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ હુમલાનું પ્રમાણ વધારી રહ્યું છે. હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હોવા છતાં આતંકી સંગઠન આઇએસ દ્વારા યુરોપિયન દેશો ઉપરાંત ઈસ્લામિક દેશોમાં પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. મહત્વનું છે કે, અન્ય આતંકી સંગઠનો દ્વારા પણ રમઝાન દરમિયાન મુસ્લિમ દેશોમાં હુમલા કરવાનું પ્રમાણ વધ્યું છે.ગત ૨૬ મેના રોજ શરુ થયેલા રમઝાન મહિનાની સાથે જ આતંકી સંગઠનોએ પશ્ચિમના દેશોમાં હુમલા કરવાનું પ્રમાણ પણ વધાર્યું હતું. જેમાં આઇએસ દ્વારા ફિલિપાઈન્સ અને શિયા મુસ્લિમની ગઢ ગણાતા ઈરાનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું . આઇએસ દ્વારા એવુ પગલું ભરવામાં આવ્યું છે જેની હિંમત હજી સુધી અલકાયદાએ પણ કરી નથી. એક સમાચાર વેબસાઈટના જણાવ્યા અનુસાર રમઝાનને હજી ૧૫ દિવસ વિત્યા છે, આટલા દિવસોમાં આતંકી સંગઠનોએ વિશ્વમાં ૭૦ જેટલા હુલમાને અંજામ આપ્યો છે. જેમાંથી ૨૧ હુમલા મુસ્લિમ દેશો પર કરવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ આ હુમલામાં ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. અને આશરે ૧૦૫૦ જેટલા લોકો ઘાયલ થયા છે.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગત ૮ જુને જારી કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં અવ્યું છે કે, આઇએસના આતંકીઓ દ્વારા ૨૬ મેથી ૦૩ જુન દરમિયાન મોસુલથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા ૨૩૧ લોકોની હત્યા કરવામાં આવી છે. આ વિસ્તાર આતંકી સંગઠન આઇએસનો ગઢ માનવામાં આવે છે. અહીં ફરીવાર કબ્જો મેળવવા અને આઇએસથી આ જગ્યાને ખાલી કરાવવા માટે સ્થાનિક સેના અમેરિકાની મદદથી પ્રયાસ કરી રહી છે.ઈરાન- શિયા મુસ્લિમની બહુમતિ ધરાવતા આ દેશમાં આઇએસએ હુમલો કરી સૌને ચોંકાવી દીધા છે. પાંચ આતંકીઓએ ઈરાનની સંસદ અને ઈસ્લામી દેશના સ્થાપક અયાતુલ્લાહ ખોમેનીની દરગાહ પર હુમલો કરી ૧૭ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.લંડન- ૩ જુનના રોજ લંડન બ્રિજ ખાતે ભેગા થયેલા પ્રવાસીઓ ઉપર ત્રણ વ્યક્તિઓએ ચપ્પુ વડે હુમલો કર્યો. આ હુમલામાં ૮ લોકોના મોત થયા હતા. છેલ્લા ત્રણ મહિનામાં આઇએસમા આતંકીઓએ બ્રિટનમાં આ ત્રીજો હુમલો કર્યો હતો.મિસ્ત્ર- ગત ૨૬ મેના રોજ દક્ષિણ કાહિરામાં નકાબપોશ બંદુકધારીઓએ રમઝાનની પુર્વસંધ્યાએ ઈસાઈઓ ઉપર કરેલા હુમલામાં ૨૯ લોકોના મોત થયા હતા.

Related posts

ભૂતપૂર્વ મિસ યુનિવર્સનો એલિસિયા મચાડોનો દાવો, ટ્રમ્પે શારીરિક સંબંધો માટે કર્યો હતો પ્રયાસ

aapnugujarat

કિમ જાેંગનો ઉત્તર કોરિયાની પ્રજાને ક્રૂર આદેશ

editor

वैश्विक में कोरोना मामलों की संख्या 10.98 करोड़ के पार

editor

Leave a Comment

UA-96247877-1