Aapnu Gujarat
ગુજરાત

થરામાં વરસાદનું ઝાપટું પડતાં રસ્તાઓ પર પાણી ભરાયાં

કાંકરેજ તાલુકાના થરા પંથકમાં સામાન્ય વરસાદનું ઝાપટું પડતા થરા શહેરમાં ગલીઓ, રોડ, રસ્તાઓ પરના ખાડાઓમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા હતા તેમજ થરા નગરપાલિકામાં આવતાં જૈન તીર્થ રૂની રોડ પર વરસાદી પાણી તેમજ ગટરો ઉભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પઙી રહ્યો છે.
થરા નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહી છે. ત્રણ ત્રણ વર્ષથી ગટરોની કોઈ સફાઇ થતી જ નથી. થરા બજારમાં વરસાદી પાણી ભરવાથી ગામમાં આવેલ અમરણી વાસ,જાપટપરાવાસ, ચોર્યાસી સોસાયટી વગરે વિસ્તારોમાં ગટરો બ્લોક થવાથી તેમજ ગંદા પાણી ઉભરાવાથી લોકો ચાલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સત્વરે પાલિકા સફાઇ કામ હાથ ધરે તેવી લોકોની માંગ છે. નહીંતર ગંભીર રોગચાળો ફાટી નીકળશે તેવી શક્યતા સેવાઈ રહી છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દરેક જગ્યાએ દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગચાળાને અટકાવી શકાય.

(તસવીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

राजेन्द्रपार्क जंकशन में स्प्लिट फ्लायओवरब्रिज बनाया जाएगा

aapnugujarat

જમાલપુર અને રાયખડમાં સેનેટાઈઝની કામગીરી કરાઈ

editor

વિસર્જન માટે પુલો પર ક્રેઇન ન મુકવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1