Aapnu Gujarat
શિક્ષણ

દેશનું સૌપ્રથમ સેન્ટ્રલ ઇન્સ્ટીયુટ ઓફ કેમિકલ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત અમદાવાદમાં થશે : માંડવિયા

ભારત સરકારના રૂ.૩૧.૦૫ કરોડના ભંડોળ સહાયતા સાથે નવી નિર્મિત ૯ માળની ૯,૫૦૦ ચો.મી.ની ૨૦૪ ઓરડાઓ વાળી બોયઝ હોસ્ટેલ જેમાં ૫૭૫ વિદ્યાર્થીઓ અને ૩ માળની ૨,૬૦૦ ચો.મી.ની ૫૦ ઓરડાઓ વળી ગર્લ્સ છાત્રાલય જેમાં ૧૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી છાત્રાલયનું  કેન્દ્રીય શીપીંગ (સ્વ.હ.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ લોકાપર્ણ કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ હતું કે, “મારા માટે એ ખુશીની વાત છે કે આ છાત્રાલયની મંજુરી પણ મેં આપેલી તથા આજે તેનું લોકાપર્ણ હું જ કરી રહ્યો છું. આ અમારા સરકારના કામ કરવાની ગતિ અને દ્રષ્ઢ નિષ્ઠા દર્શાવી રહી છે. પ્લાસ્ટિક એ માનવ જીવન માટે આવશ્યક જરૂરિયાત છે, પરંતુ તેનો વિવેકપૂર્વક ઉપયોગ અને નકારાત્મક અસરો ટાળવી ખૂબ જ જરૂરિયાત છે. પ્લાસ્ટીકનું રીસાઇકલીંગ થાય તે જરૂરી છે. જેના માટે ભારત સરકાર આગામી સમયમાં જન આંદોલન કરશે. જેનું નેઈમ પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા પરથી વ્યકત કરી છે.”

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ તેમના મંત્રાલય હસ્તકના CIPET અંતર્ગત વિવિધ પ્રોજેકટ ગુજરાતમાં સ્થાપવા મહત્વની જાહેરાત પણ કરેલ હતી જેમાં,

  • ભાવનગરમાં CIPET દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આગામી ઓકટોબર માસમાં શરૂ કરવામાં આવશે.
  • દક્ષિણ ગુજરાતના વિધાર્થી માટે નવસારીના ચીખલી ખાતે સિપેટનું કેન્દ્ર રૂ.૫૭ કરોડના ખર્ચે શરૂ કરીશું.
  • સાણંદ ખાતે CIPET અંતર્ગત ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે.
  • કેમિકલ એન્જીયરિંગ ઇન્સ્ટિયુટ દેશમાં સૌપ્રથમ ગુજરાતના વટવા અથવા સુરતમાં તૈયાર કરાશે.
  • દેશમાં ચાર જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર નિર્માણ પામશે. જેમાં અમદાવાદ, બેંગ્લોર, પટના અને વારાણસીનો સમાવેશ થાય છે.

Related posts

ધોરણ-૧૧ સાયન્સમાં અનામત કેટેગરીની ૯૦ ટકા બેઠકો ખાલી રહી

aapnugujarat

Oct 29 to Nov 18 Diwali vacation for Schools in Gujarat

editor

विज्ञान संकाय : २९ मई से प्रवेश की प्रक्रिया शुरु होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1