Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ-૧૧ સાયન્સમાં અનામત કેટેગરીની ૯૦ ટકા બેઠકો ખાલી રહી

ધોરણ-૧૧ સાયન્સમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહી સોમવારે હાથ ધરાઇ હતી પરંતુ સાયન્સ સ્કૂલોમાં આશરે સાડા ત્રણ હજારની બેઠકોમાં ઢગલાબંધ બેઠકો ખાલી પડી હોવાનું જાણવા મળ્યું છે. સાડા ત્રણ હજાર જેટલી અનામત કેટેગરીની બેઠકો સામે માત્ર ૧૧૨ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો હતો. આમ, સાયન્સમાં અનામત કેટેગરીની ૯૦ ટકા કરતાં પણ વધુ બેઠકો ખાલી પડી હતી. આ ખાલી બેઠકો પર હવે પ્રવેશથી વંચિત રહ્યા છે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશની તક પૂરી પાડવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૧ સાયન્સમાં સૌપ્રથમ શાળાએ પોતાના ૪૦ વિદ્યાર્થી અને અન્ય સ્કૂલના ૧૦ વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અનામત કેેટેગરીના વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં તા.૧૪ અને ૧૫ જૂન ફોર્મ વિતરણ અને સ્વીકાર કરાયા હતા. અનામત કેટેગરીમાં વર્ગ દીઠ ૧૬ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો હતો.સોમવારે ડીઇઓ કચેરી દ્વારા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ૧૩૫ વિદ્યાર્થીઓએ ફોર્મ જમા કરાવ્યા હતા, તેઓને પ્રવેશ માટે બોલાવાયા હતા. જો કે, તે પૈકી ૧૧૨ વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જેઓને જે તે સ્કૂલમાં પ્રવેશ ફાળવાયા હતા. અમદાવાદ શહેરમાં ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ-૧૧ સાયન્સની ૭૩ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં ૭૮ વર્ગો આવેલા છે. જયારે અમદાવાદ ગ્રામ્યમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૨૧ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૯૪ વર્ગો આવેલા છે. જો કે, લઘુમતી સ્કૂલોમાં અનામત કેટેગરીની બેઠકો ફાળવવાની હોતી નથી. જિલ્લામાં અંદાજે સાડા ત્રણ હજાર જેટલી અનામત કેટેગરીની બેઠકો સામે માત્ર ૧૧૨ વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવાયો છે. હવે ડીઇઓ કચેરી દ્વારા તા.૨૨મી જૂનથી પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. જેમાં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારી તેના આધારે તેઓને તા.૨૬મી જૂનથી પ્રવેશ ફાળવવામાં આવશે.

Related posts

વાર્ષિકોત્સવમાં મેવાણીને આમંત્રણથી વિવાદ : કોલેજ આચાર્ય હેમંત કુમાર શાહ, ઉપાચાર્યના રાજીનામા

aapnugujarat

એસ.વી.આઈ.ટી. વાસદ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ભરતી કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1