Aapnu Gujarat
Uncategorized

શ્રી સોમનાથ મંદિર ખાતે 15 મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.

એક તરફ શ્રાવણ માસ સોમનાથ તીર્થધામમાં પોતાના મધ્યમાં પહોચેલ છે, રાષ્ટ્રીય તીર્થમાં આધ્યાત્મ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ ની ઝાંખીથી યાત્રીકો ધન્ય બનેલ હતા. શ્રાવણના 73માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રો. જે.ડી. પરમાર સાહેબના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયેલ, જેમાં પોલીસ અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, સોમનાથ ટ્રસ્ટના સીક્યોરીટી ગાર્ડ, હોમગાર્ડ, એસઆરપી સહીત સૌ સુસજ્જ જવાનોએ ટ્રસ્ટી પરમાર સાહેબે ધ્વજવંદન કરતા સૌ એ રાષ્ટ્રધ્વજને સલામી આપેલ. ભારતમાતા અને સરદારશ્રીને પુષ્પાંજલી આપવામાં આવી. આ પ્રસંગે સતશ્રી સ્વામીજી-સુરત, પ્રભાસ પાટણ તથા વેરાવળના અગ્રણીઓ જોડાયેલ હતા. આ પ્રસંગે પ્રાસંગીક ઉદ્બોધન આપતા ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર સાહેબે જણાવેલ કે, “રાષ્ટ્રધ્વજ ને સલામીના ગૌરવ ની અનુભુતી ખુબ ગૌરવવાન હોય છે, ભારત દેશનું પ્રગતી માપદંડ હોય, તો એ સોમનાથ મંદિર છે. સરદારશ્રી સહિત સૌ મહાનુભાવોને યાદ કરેલ, સોમનાથ મંદિર અને ભારતદેશ સુવર્ણયુગ તરફ કરી રહેલ પ્રયાણ અંગે દેશવાસીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી. હરિતક્રાંતી અને શ્ર્વેતક્રાંતી ને યાદ કરેલ. સ્વતંત્ર ની સમજુતી જણાવતા સૌ ને કહેલ કે, આપણુ તંત્ર છે, આપણે સ્વયં શિસ્તના આગ્રહી બનવા સંદેશ આપેલ” સ્વાતંત્રતા પર્વની સૌ ને શુભેચ્છાઓ આપી હતી.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ભાવનગર જિલ્લાને પ્રથમ તબક્કામાં આઠ બાદ બીજા તબક્કામાં વધુ ત્રણ મોબાઈલ પશુ વાન અર્પણ કરાઈ

editor

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

વીરપુર જલારામ ગામમાં ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1