Aapnu Gujarat
જીવનશૈલી

મોનસૂન ફેશન ફંડા : બદલો પરિધાનથી પગરખાં સુધીની સ્ટાઇલ

કુદરતે રચેલી મોસમ સાથે ફેશનની મોસમ પણ બદલાય છે. આપણો પહેરવેશ અને એક્સેસરી ઋતુ પ્રમાણે હોવા જરૂરી છે. હમણાં વર્ષા ઋતુ ચાલી રહી છે ત્યારે ફેશન ડિઝાઇનરો હળવા રંગના નહીં, પણ કલરફુલ વસ્ત્રો પહેરવાની ભલામણ કરે છે. આ ઉપરાંત શોટ્‌ર્સ’ની લેંથ બર્મુડા, ઘૂંટણથી થોડે ઊંચે આવે એટલી લંબાઈના સ્કર્ટ બેસ્ટ ચોઈસ ગણાશે.ઉનાળાની દાહ લગાડતી ગરમીથી ઠંડક પ્રદાન કરતી વર્ષાઋતુ મેકઅપ, ત્વચા, વાળ માટે સમસ્યા બની જાય છે. ચોમાસામાં શરીરની સ્વચ્છતા તથા ત્વચાની દેખભાળ કરવી એ આવશ્યક છે. કઇ રીતે આ દેખભાળ કરવી તેની ટિપ્સ અહીં આપવામાં આવી છે.મટિરિયલની વાત કરીએ તો કોટન લાઇક્રાના ફૂલોની ડિઝાઇનવાળા ટી-શર્ટ, લેગિંગ ઉપરાંત પોલકા ડોટવાળા રંગબેરંગી આઉટફીટ ચોમાસાને અનુરૂપ રહેશે. તેમાં સાંજે પહેરવા માટે બોટ નેક પોલકા ડોટનું ટોપ અને શોર્ટ સ્કર્ટ પરફેક્ટ લાગશે.
આ સીઝનમાં કોરલ સાથે યેલો, લીલા રંગના લગભગ બધા શેડ, કેરેમલ બ્રાઉન અને બર્ન્ટ કોફી જેવા સેક્સી શેડ, ઘેરો-હળવો ગુલાબી, કેસરી અને પેસ્ટલ શેટ આકર્ષક દેખાય છે.
વર્ષા ઋતુમાં એવું ફેબ્રિક પસંદ કરો જે ભીંજાયા પછી ઝટપટ સુકાઈ જાય. પોલી નાયલોન અને કોટન બ્લેન્ડેડ ફેબ્રિક, સાટીન જેવાં મટિરિયલ હોટ ગણાશે.
આ દિવસોમાં શકય એટલી ઓછી જ્વેલરી પહેરો. મેટલ અને લેધરથી દૂર જ રહો, હા, બીડ્‌સ અને ફંકી જ્વેલરી બેસ્ટ ગણાશે. રંગબેરંગી પારદર્શક બંગડી, પાતળી ચેન સાથે નાજુક પેન્ડન્ટ, એક્રેલિકના બ્રેસલેટ ઉપરાંત ઇયરરિંગ સુંદર લાગશે. હા, વિવિધ રંગની છત્રીઓને પણ તમે એક્સેસરી તરીકે ઉપયોગમાં લઈ શકો છો.
વર્ષા ઋતુમાં પ્લાસ્ટિકના ફંકી શૂઝ, ફૂલોની ડિઝાઇનવાળા સ્લિપ ઓન, વોટરપ્રૂફ સ્લિપ ઓન, રંગબેરંગી સ્લિપર, ફિલપ ફ્લોપની વિશાળ રેન્જમાંથી તમને જે ગમે તે પસંદ કરી લો.
ઘુંટણ સુધીની લંબાઈના કોઈ પણ ડ્રેસ સાથે રંગબેરંગી ફ્લેટ અથવા ફ્લિપ ફ્લોપ પગરખાં શોભશે. હા, સાડી, ચૂડીદાર કે પંજાબી ડ્રેસ જેવા પરંપરાગત પરિધાન સાથે થોડી ઊંચી એડીના, પાછળથી સ્ટ્રેપવાળા સેંડલ પહેરો જેથી લસપવાનો ડર ન રહે. આ સેંડલની હિલ બે ઈંચથી ઊંચી ન હોવી જોઈએ.
વરસાદની ઋતુમાં ચહેરા પર વિશેષ ધ્યાન આપવું. તેથી દિવસમાં બે વખત સ્કિન ટોનરનો ઉપયોગ કરવો અને એલોવીરાના રસથી મસાજ કરવો.
રોજિંદા આહારમાં ટામેટા અને પાલકનો જ્યુસ પીવો જેમાંથી વિટામિન ’સી’ અને આયર્ન પ્રાપ્ત થશે, જે સ્વસ્થ ત્વચા માટે આવશ્યક છે. ત્વચાના લચીલાપણાને સખત કરવામાં સહાયતા કરે છે.
એક ચમચો ખીરાનો રસ, બે ચમચા ટામેટાનો રસ, થોડી મુલતાની માટી, થોડું મધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. ચહેરો નિખરી ઉઠશે.
એક ચમચો ચંદન પાવડર, લીમડાના થોડા પાન, થોડાં તુલસી અને થોડી હળદર ભેળવી પેસ્ટ બનાવવી. તેમાં થોડું ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવું. ચહેરા પર ખીલ અને કરચલી નહીં પડે તથા ડાઘ-ધાબા પણ દૂર થશે.
વરસાદની મોસમમાં વિશેષ કરીને વોટરપ્રૂફ મેકઅપ કરવો જોઇએ. શક્ય હોય તો ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો નહીં અને આઇશેડો તો લગાડવો જ નહીં. લિપસ્ટિક પણ વોટરપ્રુફ હોય તે જ લગાડવી. રાતના સૂતાં પહેલાં ચહેરો હુંફાળા પાણીથી ધોવો. એક વાતનું ધ્યાન રાખવું કે વર્ષાઋતુમાં જેટલું શક્ય હોય ઑઇલ બેસ કોસ્મેટિકનો ઉપયોગ કરવો નહીં. ઑઇલ બેસ સૌંદર્ય પ્રસાધનોથી ખીલ થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે કોસ્મેટિક્સ ઑઇલ બેસ હોય છે તેથી વરસાદમાં મેકઅપનો ઉપયોગ શક્ય હોય તેટલો ઓછો કરવો.

Related posts

એડીડબ્લ્યુ બીજો દિવસ : ડીઝાઇનના દિગ્ગજોએ ડીઝાઇનના ક્ષેત્રમાં સાક્ષરતા પર ભાર મૂક્યો

aapnugujarat

ઘરમાં આ પાંચ છોડ લાગવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે.

aapnugujarat

તરબૂચ ફીકું છે કે કાચું? અસલી છે કે નકલી ? જાણો તમામ માહિતી…

editor

Leave a Comment

UA-96247877-1