Aapnu Gujarat
જીવનશૈલી

તરબૂચ ફીકું છે કે કાચું? અસલી છે કે નકલી ? જાણો તમામ માહિતી…


તરબૂચ ખાવું દરેક લોકો પસંદ હોય છે આમતો તરબૂચ ગરમીમાં વધારે લોકપ્રિય હોય છે. જયારે તરબૂચ અસલી છે કે નકલી ? ફીકું છે કે કાચું ? તરબૂચ ફીકુ કે કાચુ નીકળી જાય તો મજા બગડી જાય છે. એટલું જ નહીં, આજકાલ તરબૂચ પકવવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી તમને બીમારીઓ થવા લાગે છે. પરંતુ શુ તમને ખ્યાલ છે કે કેવી રીતે તરબૂચ સારુ છે કે ખરાબ.
તમામ સવાલોના જવાબ તમને અમે બતાવીશું તો ચાલો જોઈએ ખાસ સવાલોના જવાબ!


– ખાસ કરીને લોકોને લાગે છે ફળ તેમજ શાકભાજીમાં રહેલા કાણા કીડા-મકોડાએ કર્યા છે. જ્યારે આ ધારણા પૂર્ણ રીતે ખોટી છે. જોકે, તરબૂચને પકવવા માટે અને લાલ કરવા માટે તેમા હોર્મોન્સને ઇંજેક્ટ કરવામાં આવે છે. જેને લઇને તરબૂચમાં છેદ કરવામાં આવે છે. એવામાં છેદ વાળા તરબૂચ ન ખરીદવા જોઇએ.


– તરબૂચ બહારથી પીળું હોવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક હોય શકે છે. તેનો મતલબ છે કે તરબૂચમાં નાઇટ્રેટ નામના તત્વ રહેલા છે. જે તમારા શરીરમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે. જો તરબૂચ કટ કર્યા બાદ તેમાથી સફેદ રંગની ફીણ જેવું નીકળે તો તે ખાવા લાયક નથી.

– ધ્યાન રાખો કે તરબૂચને હંમેશા ઉચકીને જુઓ, જો તરબૂચ વજનમાં હળવું છે તો તેને ના ખરીદો. હળવું તરબૂચ હંમેસા ઇન્જેક્શનથી તૈયાર કરવામાં આવેલું હોય છે. સ્પષ્ટ વાત છે કે પાણીથી ભરેલા ફળનું વજન હળવુ નથી હોતું. જેથી ભારે તરબૂચ જ ખરીદવું જોઇએ.

– અસલી અને નકલી તરબૂચની ઓળખ માટે તરબૂચના એક ટૂકડાને પાણીના ગ્લાસમાં ઉમેરી લો. જો તરબૂચ યોગ્ય હશે તો પાણીનો રંગ બદલાશે નહીં અને નકલી હશે તો પાણીનો રંગ હળવો ગુલાબી થઇ જશે.

– કુદરતી રીતે ઉગનારું તરબૂચ બહારથી તાજુ અને શાઇનિંગ હોય છે. જેથી ક્યારેય ડાઘ-ધબ્બા વાળું તરબૂચ ના ખરીદો. બની શકે છે કે તે મીઠું ન હોય પરંતુ કાચુ અને ફીકુ નીકળે.

Related posts

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat

અમદાવાદની નિકોલ બેઠક પર ભાજપના જગદીશ વિશ્વકર્માની જીત

aapnugujarat

મોનસૂન ફેશન ફંડા : બદલો પરિધાનથી પગરખાં સુધીની સ્ટાઇલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1