રિયાલિટી ટીવી ગેમ શો કોન બનેગા કરોડપતિની હોટ સીટ પર બેસીને કરોડપતિ બનવાની ઇચ્છા ધરાવનાર લોકો માટે સારા સમાચાર છે. કારણ કે આ લોકપ્રિય ગેમ શોની નોંધણી ૧૭મી જુનના દિવસથી શરૂ કરી દેવામાં આવનાર છે. આ શો સોની એન્ટરટેઇનમેન્ટના નાના પરડા પર શરૂ થનાર છે. કેબીસી-નવને લઇને ભારે તૈયારી કરી લેવામાં આવી છે. હમેંશાની જેમ કેબીસીમાં હોસ્ટ તરીકે મહાનાયક અમિતાભ બચ્ચન જ રહેશે. આ સંબંધમાં સોની ચેનલ દ્વારા શનિવારના દિવસે એક પ્રોમો લોચ કરવામાં આવ્યા બાદ આની ઉત્સુકતા જોવા મળી રહી છે. જેમાં બિગ બી નજરે પડી રહ્યા છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચને નોંધણી સંબંધી માહિતી આપી હતી. જ્યારે અમિતાભ બચ્ચને પ્રોમો માટે શુટિંગ કર્યુ ત્યારે તેઓ શોની લોકપ્રિયતા અને તેના ઉદ્ધેશ્યને લઇને ભાવનાશીલ બની ગયા હતા. આ શો કોઇ પણ સામાન્ય વ્યક્તિને એક કરોડ રૂપિયા જીતવા માટેની તક આપે છે. ક્યારેય ક્યારેય તો આના કરતા પણ વધારે રકમ જીતવાની તક આપે છે. આ શો સામાન્ય જ્ઞાન સાથે સંબંધિત હોય છે. જે પ્રશ્નો પર આધારિત રહે છે. પ્રોમો માટે શુટિંગ બાદ ૭૪ વર્ષીય અમિતાભ બચ્ચને કહ્યુ હતુ કે કેબીસી તમામ લોકો સાથે જોડાયેલા એક શો તરીકે છે. અમિતાભે કહ્યુ હતુ કે આ શોના શરૂઆતના વિજેતા તેમને યાદ આવે છે. સામાન્ય લોકો સાથે મળવાની તેમને આના કારણે તક મળે છે. જે મહત્વકાંક્ષા અને ઇચ્છાશક્તિ સાથે આવે છે. હોટ સીટ પર કેટલાક કલાક ગાળવાની આશા સાથે આ લોકો પહોંચે છે. બિલકુલ વણઓળખાયેલા લોકો સાથે મળવાની બાબત તેમના માટે પણ પડકારરૂપ હોય છે. જો કે થોડાક સમય બાદ આ તમામ લોકો ઓળખીતા બની જાય છે. શોના પ્રથમ સિઝનની શરૂઆત નવી શતાબ્દીના પ્રથમ વર્ષ એટલે કે ૨૦૦૦માં કરવામાં આવી હતી. ત્યારબાદ કેબીસીએ ટીવી ઇતિહાસમાં સફળતાનો નવો ઇતિહાસ સર્જયો હતો.
આગળની પોસ્ટ