Aapnu Gujarat
મનોરંજન

જે.પી. દત્તાની ફિલ્મ પલટન માટેનું લુક જારી કરાયું

બોર્ડર જેવી યુદ્ધ આધારિત ફિલ્મ બનાવવા માટે જાણીતા રહેલા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા જેપી દત્તાની પોતાની આગામી ફિલ્મ પલટન માટે પ્રથમ લુક જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા ચાહકોમાં જોવા મળી રહી છે. દત્તાની આ ફિલ્મ ભારતીય ઇતિહાસના એક અન્ય અધ્યાયને લોકોની સમક્ષ રજૂ કરશે. ગયા વખતે વર્ષ ૨૦૦૬માં ઉમરાવ જાનનુ નિર્દેશન કરનાર દત્તાએ કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે જ્યારે એક નવી પટકથા લોકોની સમક્ષ રજૂ કરવામાં આવે. દેશના ઇતિહાસના અન્ય એક પ્રકરણને ચાહકોની સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. તેઓ પલટન ફિલ્મને રજૂ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મ તેમને ખુશ પસંદ છે.
ફિલ્મના પ્રથમ લુકને નિહાળ્યા બાદ જોઇ શકાય છ કે સેનાના જવાનોની ટુકડી અજીબ રસ્તા પર જઇ રહી છે. તેમાં એક ટેગલાઇન પણ આપવામાં આવી છે જેમાં બ્રધર ટુ માઇ રાઇટ, બ્રધર ટુ માઇ લેફ્ટ, ટુ ગેધર વી સ્ટેન્ડ, ટુ ગેધર વી ફાઇટ લખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કલાકારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં અનેક સુપર સ્ટાર નજરે પડશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધી શરૂ થશે. ૨૦૧૮ની શરૂઆતમાં ફિલ્મ રજૂ થશે. જેપી દત્તાએ યુદ્ધ ઉપર આધારિત અનેક ફિલ્મોમાં બનાવી છે જેમાં બોર્ડર ઉપરાંત કારગિલ ફિલ્મનો સમાવેશ થાય છે. જેપી દત્તાની ફિલ્મો મોટાભાગે મલ્ટીસ્ટારર ફિલ્મો હોય છે જેમાં અનેક ટોચના કલાકારોને આવરી લેવામાં આવે છે.

Related posts

आलिया ने शुरू की ‘गंगूबाई’ की शूटिंग

aapnugujarat

અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂર

editor

बॉडी-शेमिंग से मुझे तकलीफ हुई थी : सेलिना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1