Aapnu Gujarat
બ્લોગ

વી.જી. સિદ્ધાર્થે ખેતરોમાંથી બિઝનસ એમ્પાયર ઉભુ કર્યું હતું

કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. એએનઆઈના અહેવાલ મુજબ નેત્રાવતી નદીના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.સિદ્ધાર્થ સોમવારથી લાપતા હતા અને તેમનો મોબાઇલ પણ સ્વીચ ઑફ આવતો હતો.તેમના લાપતા થયાના સમાચાર આવ્યા બાદ નેત્રાવતી નદીમાં તેમને શોધવા માટે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.નેત્રાવતી નદી પર આવેલા પુલ પાસેથી સ્થાનિક માછીમારોને તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેમના મૃતદેહને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવશે.આ પહેલાં કહેવામાં આવતું હતું કે તેમણે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.સિદ્ધાર્થ ભારતના પૂર્વ વિદેશમંત્રી અને હાલ ભાજપના નેતા એસ. એમ. કૃષ્ણાના જમાઈ હતા.તેમના ડ્રાઇવરે ફરિયાદમાં કહ્યું છે કે સિદ્ધાર્થ નેત્રાવતી નદીના પુલ પર કારમાંથી ઊતરી ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ થોડીવાર અહીં ફરવા માગે છે, જે બાદ તેમણે ડ્રાઇવરને કહ્યું કે તે પુલના બીજા છેડા પર રાહ જોઈ પરંતુ તેઓ એક કલાક સુધી પરત આવ્યા ન હતા.વર્ષ ૧૯૯૬માં ૩૭ વર્ષના યુવાન સિદ્ધાર્થ કાફેના બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કરે છે.૧૧, જુલાઈ ૧૯૯૬ના રોજ ૧.૫ કરોડના ખર્ચે બેંગલુરુના પૉશ વિસ્તાર ગણાતા બ્રિજ રોડ પર પોતાનું પ્રથમ કાફે ખોલે છે.બે દાયકા પહેલાં બેંગલુરુથી શરૂ થયેલું આ સાહસ હાલ દેશના ૧૯૮ શહેરોમાં ફેલાઈ ગયું છે.એક કાફેથી શરૂ થયેલી કંપની પાસે હાલ ભારતમાં લગભગ ૧૫૦૦થી પણ વધારે કાફે છે.ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક અને મલેશિયા જેવા દેશોમાં પણ કાફે કૉફી ડેની શાખાઓ આવેલી છે.શરૂઆતના ગાળાથી જ કાફે કૉફી ડે યુવાનોમાં સૌથી વધારે લોકપ્રિય બની ગયું હતું.૧૯૭૯માં કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા વી. જી. સિદ્ધાર્થે કાફેના બિઝનેસમાં આવવાનું વિચાર્યું ન હતું.તેમણે ફૉર્બ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ કાર્લ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા.માર્ક્સના વિચારોને કારણે તેઓ બિઝનેસમાં આવવાને બદલે કૉમ્યુનિસ્ટ નેતા બનવાનાં સપનાં જોઈ રહ્યા હતા.સિદ્ધાર્થે તે બાદ જે. એમ. ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમૅન્ટ કન્સલટન્સીમાં ઍનલિસ્ટની નોકરી શરૂ કરી હતી.કૉફી તેમના લોહીમાં વહેતી હતી, કારણ કે તેમનો પરિવાર ૧૮૭૦થી કૉફીની ખેતી કરતો હતો.જોકે, ૧૯૫૬માં તેમનો પરિવાર અલગ થયો અને સિદ્ધાર્થના પિતાને તેમના ભાગના રૂપિયા અને મિલકત આપી દેવામાં આવી.જે બાદ તેમના પિતાએ કર્ણાટકના ચિકમગલુરમાં ૪૭૯ એકરમાં આવેલો એક કોફીનો બગીચો ખરીદી લીધો.જ્યારે તેમના અન્ય મિત્રો આગળ ભણવા માટે અમેરિકા જવા લાગ્યા ત્યારે સિદ્ધાર્થે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું.બેંગલુરુથી તેઓ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક કંપનીમાં સ્ટૉકબ્રોકર તરીકે કામ કર્યું.૧૯૮૩થી ૧૯૮૫ સુધી મુંબઈમાં સ્ટૉકબ્રોકર તરીકે કામ કર્યા બાદ તેઓ બેંગલુરુ પરત ફર્યા હતા.બેંગલુરુ પરત આવ્યા બાદ તેઓ પરિવારના કૉફીના બગીચાના બિઝનેસમાં કામ કરવાનું શરૂ કરી દીધું.આ વેપારમાં તેમને એટલી સફળતા મળી કે તેમણે ૩,૫૦૦ એકરના કૉફીના બગીચા ખરીદ્યા.ફોર્બ્સના એક અહેવાલ અનુસાર તેમણે ૧૯૯૨માં સ્ટૉક-માર્કેટમાં કામ કરવાનું બંધ કરી દીધું.ગુજરાતી હર્ષદ મહેતા જ્યારે શૅરબજારના કૌભાંડ મામલે સમાચારોમાં ચમક્યા તેના થોડા દિવસો પહેલાં સિદ્ધાર્થે પોતાના બધા સ્ટૉક્સ વેચી દીધા હતા.જે બાદ તેમણે સંપૂર્ણ રીતે પોતાનું ધ્યાન કૉફીના વ્યવસાયમાં કેન્દ્રીત કર્યું અને તેઓ દેશના સૌથી મોટા કૉફી નિકાસકર્તા બની ગયા.કૉફીના વેપારમાં સફળતા મળ્યા બાદ અંતે ૧૯૯૬માં સિદ્ધાર્થે કાફેના બિઝનેસમાં ઝંપલાવ્યું. બેંગલુરુમાં તેમણે શરૂ કરેલું પ્રથમ કાફે ૨,૦૦૦ સ્કેવર ફૂટની જગ્યામાં હતું. એ સમયે તેમના આ કાફેમાં કમ્પ્યૂટર હતું, જેનો લોકો ઉપયોગ કરી શકતા હતા.૨૦૦૧ સુધીમાં બેંગલુરુમાં જ કાફે કૉફી ડેનાં ૧૮ આઉટલેટ હતાં. જે બાદ તેમણે દેશભરમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાનો શરૂ કર્યો હતો.કાફે કૉફી ડેની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે હાલ કંપની પાસે ૧૪૮૨ કાફે અને ૫૩૦ વૅલ્યૂ એક્સપ્રેસ આઉટલેટ છે.ચિંકમગલુરમાં આવેલા ૧૦,૦૦૦ એકરના કૉફીના વિશાળ બગીચામાંથી કૉફીનાં બિન્સ બને છે અને તેને ત્યાં જ રોસ્ટેડ અને પૅક કરવામાં આવે છે.જે બાદ આ તૈયાર થયેલાં પૅકિંગ સેન્ટ્રલ અને રિજનલ ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરો પર મોકલવામાં આવે છે, જે શહેરોમાં પહોંચે છે.શહેરોમાંથી કંપનીના કાફે પર અને ત્યારબાદ આપણા કપમાં તેની ખુશબોદાર કૉફી પહોંચે છે.ભારતમાં કૉફીની દુનિયાની સૌથી મોટી બ્રાન્ડમાં સામેલ કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થ દેવાના દુષ્ચક્રમાંથી બહાર નીકળવા માટે પૈસા ભેગા કરવાના પ્રયાસમાં હતા અને આ દુષ્ચક્રની સૌપ્રથમ જાણ ઈન્કમટેક્સ વિભાગને ગુજરાતની એ ચૂંટણીથી થઈ હતી.સિદ્ધાર્થ માર્કેટની સ્થિતિ અને તેની તરલતાની ખામીનો સામનો કરવા માટે કંપનીની સંપત્તિઓને વેચીને ફરી પૈસા ઊભા કરવા માગતા હતા.કાફે કૉફી ડે પરિવારના સંચાલકમંડળને લખવામાં આવેલા તેમના પત્ર મામલે કેટલાક સંદેહના વાદળ છવાયેલા લાગે છે. જોકે, પોલીસે તેની પ્રામાણિકતા અંગે પુષ્ટિ કરી છે. તેમના પરિવારે પણ તેની પુષ્ટિ કરી છે.સંચાલકમંડળે બેઠકમાં આ મુદ્દાની તપાસ કરાવવાને પ્રાથમિકતા આપી છે. પત્રમાં તેમણે જે મુદ્દાઓને ઉઠાવ્યા છે, તેનાથી એ નિશ્ચિત થઈ શકતું નથી કે તે મુદ્દાઓ સીસીડીથી જોડાયેલા છે કે પછી ખાનગી કરજ સાથે.પરિણામ એ જ નીકળે છે કે તેમણે બે પ્રકારનાં કરજ લીધાં હતાં. એક હૉલ્ડિંગ કંપની એટલે કે કૉફી ડે એન્ટરપ્રાઇઝ જેની સહાયક કંપનીઓ કૉફી વ્યવસાય, આતિથ્ય, એસઈઝેડ, ટૅકનૉલૉજી પાર્ક, રોકાણ પરામર્શ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે અને બીજું દેવું ખાનગી હતું.નામ ન જણાવવાની શરતે એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જણાવે છે, તેનાં ઘણાં પાસાં છે. પહેલું પાસું એ છે કે કંપનીના સ્તરની સાથે સાથે ખાનગી સ્તરે પણ કરજ લેવામાં આવ્યું.તેમણે કંપનીના શૅરો ગિરવી મૂકી દીધા અને દેવાદારોના ભારે દબાણમાં આવી ગયા હતા. કંપનીના શૅરની કિંમત બજારમાં લગભગ રોજ ઘટી રહી હતી.ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે જણાવ્યું કે એક આશંકા એ પણ હોઈ શકે છે કે જો સિદ્ધાર્થ ગિરવી રાખેલા શૅરને વેચી દેત તો તેઓ કંપની પર પોતાનું નિયંત્રણ ગુમાવી દેત.જ્યારે તમે ખાનગી ઇક્વિટીથી પૈસા લો છો, તો તમારી પાસે નિશ્ચિત સમયગાળા બાદ તેમને પોતાની પાસે રાખવાનો વિકલ્પ હોય છે.તો એવું બની શકે છે કે તેઓ પોતાના શૅરને પરત ખરીદવાના દબાણમાં આવી ગયા હોય પરંતુ તેની માટે રકમ ભેગી ન કરી શક્યા હોય.સીસીડી અને વી. જી. સિદ્ધાર્થ ઇન્ક્‌મ ટૅક્સ વિભાગની નજરમાં આવ્યા તેની સાથે ગુજરાતનું કનેક્શન છે.વાત રાજ્યસભાની એ ચૂંટણીની છે જેમાં અહમદ પટેલની હાઈ પોલિટિકલ ડ્રામા પછી જીત થઈ હતી.આ ચૂંટણીમાં જ અમિત શાહ સૌપ્રથમ વાર સંસદમાં પહોંચ્યા હતા. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની સાથે અહેમદ પટેલની જીત થઈ હતી.રાજ્યસભાની એ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે બેંગલુરુના રિસોર્ટમાં લઈ ગઈ હતી.કૉંગ્રેસના ધારાસભ્યો સાચવવાની જવાબદારી ડી. કે. શિવાકુમાર અને તેમના ભાઈ એમપી ડી. કે. સુરેશે ઉપાડી હતી.આ ઘટના બાદ ઇન્કમટૅક્સ વિભાગે કૉંગ્રેસના નેતા ડી. કે. શિવાકુમારને ત્યાં અને રિસોર્ટ પર પણ દરોડા પાડ્યા હતા.એ સમયના મીડિયા અહેવાલો મુજબ ડી. કે. શિવાકુમાર સાથે સંકળાયેલાં ૩૯ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.ઇન્ક્‌મટૅક્સ વિભાગ દ્વારા સતત ત્રણ દિવસ સુધી દરોડાઓની કામગીરી કરવામાં આવી હતી.ફકત ડી. કે. શિવાકુમાર જ નહીં તેમના સંબંધીઓ અને સગાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.ડી. કે. શિવાકુમાર ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોના યજમાન હતા. ડી. કે. શિવાકુમાર એટલે કર્ણાટકના વી. જી. સિદ્ધાર્થના સસરાના મિત્ર અને કૉંગ્રેસના નેતા.ઇન્કમટૅક્સ વિભાગે કરેલા આ દરોડા દરમિયાન જ કાફે કૉફી ડેને લગતા કેટલાક ગુપ્ત નાણાંકીય લેવડદેવડ અંગેના વિશ્વનીય પુરાવાઓ મળ્યા હતા.સિદ્ધાર્થે પોતાની અને હૉલ્ડિંગ કંપની, કૉફી ડે એન્ટરપ્રાઇસ પાસે ૩૬૮ કરોડ રૂપિયા અને ૧૧૮ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ હોવાનો સ્વીકાર કર્યો હતો.ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પછી પછી ૨૦૧૭માં સીસીડીના વી. જી. સિદ્ધાર્થને ત્યાં ઇન્કમટૅક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.
ઑગસ્ટ ૨૦૧૭માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી હતી અને સપ્ટેમ્બરમાં સીસીડીમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.રાજ્યસભાની એ ચૂંટણી જીત્યા પછી અહેમદ પટેલે તેનો શ્રેય ડી. કે. શિવાકુમારને આપ્યો હતો.આઈટી વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોતાની મૂડી બચાવવા માટે તેઓ માઇન્ડટ્રી કન્સલ્ટિંગના એ ૭.૪૯ લાખ શૅરને પોતાના કબજામાં લઈ રહ્યા છે જેમને સિદ્ધાર્થ એલએન્ડટીને વેચી રહ્યા હતા.સિદ્ધાર્થના કહેવા પર ઇન્કમટૅક્સે વિભાગે માઇન્ડટ્રીના શૅરોને મુક્ત કર્યા, તેને સિદ્ધાર્થે કૉફી ડે એન્ટરપ્રાઇઝના શૅરોમાં બદલી નાંખ્યા.મૃત્યુ પહેલા લખવામાં આવેલા પત્રમાં સિદ્ધાર્થે અંતિમ લાઇન લખી હતી, મારો ઇરાદો ક્યારેય દગાખોરી કરવાનો ન હતો. હું એક ઉદ્યમીના રૂપે નિષ્ફળ રહ્યો છું.

Related posts

૨૦૧૯માં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની કસોટી

aapnugujarat

બળાત્કારી માનસિકતા

aapnugujarat

અનામત આંદોલન મોદી માટે માથાનો દુઃખાવો બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1