Aapnu Gujarat
બિઝનેસ

ડિજિટલ ટેક્સ લગાવવાની તૈયારીમાં સરકાર, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પર લાગશે ટેક્સ

સરકાર ગૂગલ, ફેસબુક, ટ્‌વીટર જેવી ડિજિટલ કંપનીઓ પર ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. સરકાર તેના માટે ૨૦ કરોડ રૂપિયાની વાર્ષિક આવક અને ૫ લાખથી ઉપર સુધી સબ્સક્રાઇબરને ટેક્સ વસૂલવાનો માપદંડ બનાવી શકે છે. સરકારે પાછલા વર્ષે જુલાઈમાં નોંધપાત્ર આર્થિક પ્રગતિનો કોન્સેપ્ટ લાવ્યો હતો. પરંતુ તેના પર અંતિમ નિર્ણય થયો નથી.
નોંધપાત્ર આર્થિક પ્રગતિ હેઠળ જો નક્કી કરેલા માપદંડના આધાર પર જો કોઈ કંપની ભારતમાં નફો મેળવે છે તો તેણે ટેક્સ ભરવો પડશે. સરકાર આ કોન્સેપ્ટ હેઠળ દેશમાંથી કમાણી કરનારી ડિજિટલ કંપનીઓ પર ટેક્સ લગાવવા પર વિચાર કરી રહી છે. વિશ્વના બીજા દેશોમાં પણ નોંધપાત્ર આર્થિક પ્રગતિને લઈને ચર્ચા ચાલી રહી છે. યૂરોપિયન યૂનિયન ૩ ટકાના દરથી ટેક્સ પર વિચાર કરી રહ્યું છે. ફ્રાન્સે પોતાનો અલગ નિયમ બનાવી લીધો છે. જો આ નિયમ પાક્કો થઈ જાય તો વિદેશી ડિજિટલ કંપનીઓએ પણ ઘરેલૂ કંપનીઓની જેમ ૩૦ ટકાના દરથી ટેક્સ આપવો પડશે. વિદેશી ડિજિટલ કંપનીઓ ઘરેલૂ કંપનીઓની જાહેરાતથી દેશમાં કમાણી કરે છે.
ગૂગલ, ફેસબુક, ટ્‌વીટર જેવી ડિજિટલ કંપનીઓ ઘરેલૂ ગ્રાહકોનું બિલિંગ તો કરે છે. પરંતુ જેટલા પૈસા લે છે તેનો મોટો ભાગ ખર્ચ તરીકે પોતાની વિદેશી સહયોગી કંપનીઓ કે મૂળ કંપનીઓ પાસે મોકલી આપે છે. આવકવેરા વિભાગે ગૂગલ વિરુદ્ધ ટેક્સ વસૂલીની કાર્યવાહી તો શરૂ કરી હતી. બાદમાં આવકવેરા વિભાગની અપીલને ટ્રિબ્યૂનલે યોગ્ય ઠેરવ્યો હતો. પરંતુ કર્ણાટક હાઈકોર્ટ પાસેથી ગૂગલે આ મામલા પર સ્ટે લઈ લીધો હતો. સરકાર આવનારા ડાયરેક્ટ ટેક્સ કોડમાં તેને સામેલ કરી શકે છે. આઈટી ડિપાર્ટમેન્ટે આ વર્ષના સેન્ટ્રલ એક્શન પ્લાનમાં પણ ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી ટેક્સ વસૂલી પર ભાર મુક્યો હતો. આ તમામ ડિજિટલ કંપનીઓ જાહેરાતથી દેશમાં કમાણી કરે છે. આ કંપનીઓ એડ સ્પેસ તૈયાર કરવાનો ખર્ચ વધુ દેખાડે છે. આ સાથે એડ સ્પેસ બનાવવાનો ખર્ચ વિદેશમાં મોકલવામાં આવે છે. સેન્ટ્ર એક્શન પ્લાનમાં પણ ઇ-કોમર્સ કંપનીઓ પર ધ્યાન છે.

Related posts

સરકારે એડિબલ ઓઈલ ટેક્સમાં કર્યો બે ગણો વધારો

aapnugujarat

भारत की इकॉनमी ३०० सालों में सबसे मजबूत हैं : नारायणमूर्ति

aapnugujarat

RComm lenders reject resignation of Anil Ambani & 4 others directors

aapnugujarat

Leave a Comment

UA-96247877-1