Aapnu Gujarat
તાજા સમાચાર

આજે જીએસટી કાઉન્સિલની ૩૬મી બેઠક

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ૩૬મી બેઠક ૨૫ જુલાઈએ થશે. આ બેઠકને નાણામંત્રી નિર્મલા સિતારમન વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. આ બેઠકમાં બેટરીથી ચાલતી કાર અને સ્કૂટરમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી આ બધી વસ્તુ સસ્તી થઈ શકે છે.
આ પ્રસ્તાવ ગત જીએસટી બેઠકમાં પણ આવ્યો હતો. પરંતુ, તે સમયે કેટલાક સભ્યોએ કહ્યું કે, જે ઈલેક્ટ્રીક વ્હીકલ છે અને જે ચાર્જર છે, તેની કિંમતમાં અંતર છે. તેથી આ પૂરા પ્રસ્તાવને એકવાર ફરી ફિટમેન્ટ કમિટીમાં મોકલવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઈ-વાહનોના ઘરેલુ સ્તર પર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ જીએસટી દરને ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની ભલામણ કરી છે. જો આવુ થશે તો, દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના ભાવમાં ઘટાડો આવશે.
આ બેઠકમાં સોલર પાવર જનરેશન સિસ્ટમ અને વિંડ ટર્બાઈન પ્રોજેક્ટ પર જીએસટી દર ઓછા કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ગત મહિને રાજ્યોના નાણામંત્રી સાથે જીએસટી કાઉન્સિલની બેઠક થઈ હતી, જેમાં ઈલેક્ટ્રીક વ્હીકલ, ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન અ ને ભાડા પર ઈલેક્ટ્રીક વ્હીકલમાં જીએસટીમાં છૂટ આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવો પર ૨૫ જુલાઈના રોજ થનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. હાલના સમયમાં દેશમાં પેટ્રોલ-ડિઝલ કારની સાથે હાઈબ્રિડ વાહનો પર ૨૮ ટકાના દરે જીએસટી લગાવવામાં આવે છે. સાથે જ તેના પર સેસ પણ લેવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટ તરફતી અને દેશમાં ઘરેલુ સ્તર પર ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન આપવા માટે જીએસટી કાઉન્સિલ ટેક્સ સ્ટ્રક્ચરમાં વિચાર કરવાની ભલામણ કરવામાં આવી હતી.

Related posts

भारतीय नौसेना ने ढूंढ निकाला मालदीव का लापता जहाज

aapnugujarat

આતંકી હુમલા બાદ કાશ્મીર ટૂરિઝમને ૧૦૦ કરોડનો ફટકો પડશે

aapnugujarat

પુંચમાં આતંકીઓના બે અડ્ડાનો સફાયો : શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1