અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતાં તેલંગણાના ૨૬ વર્ષના યુવક પર ગત રવિવાર-ત્રીજી જૂને ગોળીબાર કરાયો હતો. મુબીન અહેમદ નામના આ યુવકની હાલમાં સ્થિતિ ગંભીર છે. યુવક નોકરીએ હતો ત્યારે આ હુમલો થયો હતો.મીડિયા અહેવાલ પ્રમાણે મુબીન એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. નોકરી વખતે જ તેની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. કેટલાક અશ્વેત લોકો સ્ટોરમાં ખરીદી કરવા માટે આવ્યા હતાં.
તેમની સાથે મુબીનને રકઝક થઈ હતી. ત્યારબાદ અશ્વેતોએ મુબીન પર ગોળીબાર કર્યો હતો. ગોળી ભારતીય વિદ્યાર્થીના પેટમાં વાગી હતી અને લીવરને નુકસાન થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા મુબીનની હાલમાં સારવાર ચાલુ છે.
મુબીનના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રને કેસ્ટ્રો વેલીની ઈડેન મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયો છે. તે ૨૦૧૫થી કેલિફોર્નિયામાં રહે છે અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે.
બે મહિના અગાઉ જ તેણે અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હાલમાં પાર્ટ ટાઈમ નોકરી કરે છે.
આગળની પોસ્ટ