Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પ અને પુટીન વચ્ચે શિખર બેઠક થઈ

અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો ભલે ઉતાર ચઢાવ વાળા રહ્યા છે પરંતુ આજે બંને દેશોના નેતા ફિનલેન્ડના પાટનગર હેલસિંકીમાં મળ્યા ત્યારે તેમની વચ્ચે સંબંધોને સુધારવાને લઈને ઉત્સુકતા સ્પષ્ટપણે દેખાઈ હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીન વચ્ચે ઐતિહાસિક શિખર મંત્રણાની શરૂઆત આ બાબતથી થઈ હતી કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે અસામાન્ય સંબંધો સ્થાપિત કરવામાં આવશે. પુતીને કહ્યું હતું કે દુનિયાભરના રહેલા વિવાદોનો ઉકેલ સમયની જરૂરીયાત છે. સમિટ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અને રશિયા સાથે મળીને ચાલી રહ્યા ન હતા પરંતુ તેમને લાગે છે કે દુનિયા આ બંને દેશોને સાથે જોવા માંગે છે. પુટીને કહ્યું હતું કે ટ્રમ્પે હંમેશા ફોન મારફતે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટો દ્વારા સંપર્કો યથાવત રાખ્યા છે. હવે સમય આવી ગયો છે કે અલગ અલગ આંતરરાષ્ટ્રીય સરહદો અને સમસ્યાઓ પર વાત કરવામાં આવે. ટ્રમ્પે આજે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે રશિયાની સાથે અમારા સંબંધો ક્યારે પણ એટલા ખરાબ રહ્યા નથી. આની તપાસ પણ કરવાની જરૂર નથી. નાટો સમિટ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે પુટીન તેમના દુશ્મ નહીં પરંતુ સ્પર્ધક છે. ગયા સપ્તાહમાં એવા અહેવાલ પણ આવ્યા હતા કે તેમની વચ્ચે જોરદાર ખેંચતાણ રહેલી છે. અત્રે નોંધનિય છે કે ટ્રમ્પ પર સતત એવું દબાણ લાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ સમિટ દરમ્યાન પુટીનની સામે ચૂંટણીમાં રશિયન દરમ્યાનગીરીનો મુદ્દો ઉઠાવે. જોકે આ મુદ્દો છવાયો ન હતો. પુટીન પહેલા પણ પોપ અને બ્રિટનના મહારાણીને મળવા માટે પહોંચ્યા હતા. ટ્રમ્પ અને તેમના અધિકારી આ સમિટમાં એવી અપેક્ષા રાખી રહ્યા ન હતા. જોકે હલેસિંકીમાં આયોજિત આ સમિટ થોડીક મોડેથી શરૂ થઈ હતી કારણ કે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીન મોડેથી પહોંચ્યા હતા. અલબત્ત ટ્રમ્પે તેમનો સાથ આપ્યો હતો અને મંત્રણાને લઈને ઈન્તજાર કર્યો હતો.

Related posts

ट्रंप ने दिया था ‘सील’ का दर्जा कायम रखने का आदेश : US रक्षा मंत्री

aapnugujarat

વિશ્વની દરેક દસમી વ્યક્તિ કોરોનાગ્રસ્ત થઇ શકે છેઃ ડબલ્યુએચઓ

editor

भारत-रूस ने एस-400 पर अमेरिकी प्रतिबंधों का तोड़ निकाला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1