Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયા રાઈડ દુર્ઘટના : છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો,મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઈ તુટી પડવાની ઘટનાએ હાંહાકાર મચાવી દીધો છે ત્યારે આ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનામાં તપાસ બાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. અત્યારે પોલીસે ૬ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ લોકો વિરુદ્ધ કલમ ૩૦૪,૧૧૪ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે રાઇડના સંચાલક, ઓપરેટર અને મેનેજ સામે કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. રાઇડ તૂટી પડવાના મામલે પોલીસે ડાયરેકટર ઘનશ્યામ પટેલ,પુત્ર ભાવેશ પટેલ મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્ર પટેલ તથા કિશન મહંતી, હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે, આરોપીઓ સામે આઈપીસી ૩૦૪ (મનુષ્યવધ) અને ૧૧૪ (ઘટના વખતે એક કરતા વધુ લોકો હાજર હોય) કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
બનાવની તપાસ કરતા માહિતી સામે આવી છે કે આ રાઈડના સંચાલકો દ્વારા રીતસરની બેદરકારી દાખવવામાં આવી છે. જે રાઈડ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, તે રાઈડ એસેમ્બલ્ડ હતી અને એટલે તેનો વિમો પણ મળ્યો નહોતો. જર્મન પાટ્‌ર્સની આ રાઈડનું વજન ૩૦થી ૧૦૦ ટન જેટલું હતું અને નિયમ અનુસાર દર સોમવારે આ રાઈડનું ઈન્સ્પેક્શન કરી ફિટનેસ સર્ટીફિકેટ આપવામાં આવતું હોય છે. રાઇડના જોઇન્ટમાં ૬ દિવસ પહેલાં જ ખામી જણાઈ હતી પરંતુ મેઇન્ટેનન્સના નામે આંખ આડા કાન કરાયા હોવાના કારણે આ ગોજારી દુર્ઘટના ઘટી હતી. રાઈડમાં ખામી હોવાનો રિપોર્ટ ૬ જુલાઈએ જ આપ્યો હતો.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાંકરિયા અકસ્માતની કરુણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહીં તે માટે પગલાં લેવાશે. મુખ્યપ્રધાને કાંકરિયા કેસ મામલે ઊંડી તપાસની પણ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની કાંકરિયાની ઘટના બાદ રાજ્યમાં આવી કોઈપણ રાઈડ્‌સની મંજૂરી આપતા પહેલા તમામ પાસાની તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ, હવે સૌરાષ્ટ્રમાં પણ સાતમ-આઠમના મેળા ભરાશે, જેમાં આવી રાઈડ લગાવાશે તે વિશે મુખ્યપ્રધાને કહ્યું કે, સાતમ આઠમના મેળાઓમાં પણ આ પ્રકારની નાની મોટી રાઈડ ચાલતી હોય છે, ત્યારે પૂરતી ચકાસણી સાથે તેમને મંજૂરી આપવામાં આવશે. વખતો વખત તેનું નિરીક્ષણ અને તપાસ થાય તેવા પગલાં લેવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સાતમ આઠમના મેળા યોજાય છે તેમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. મંજૂરી આપ્યા પછી નિયમિત તેની તપાસ નહીં થાય તો તેના પણ પગલાં ભરવામાં આવશે.

Related posts

બાળગ્ન યોજાતા બાળ લગ્ન પ્રતિબંધક અને સુરક્ષા કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી

editor

गुजरात उपचुनाव के नतीजों पर हार्दिक पटेल बोले, हार-जीत से फर्क नहीं

editor

સાબરકાંઠા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા સરકારને પોસ્ટકાર્ડ લખાયા

editor

Leave a Comment

UA-96247877-1