Aapnu Gujarat
બ્લોગ

એક અદભૂત યુદ્ધ કથા એટલે કારગીલ યુદ્ધ

ઑપરેશન વિજયની ૨૦મી વર્ષગાંઠે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વિજયી મશાલ પ્રજ્વલિત કરી હતી.આર્મીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મશાલ લઇને મોટરસાઇકલ સવારોની ટુકડી ૧૧ શહેર અને કસ્બાઓમાંથી પસાર થશે. છેવટે એ મશાલને દ્રાસમાં આવેલા કારગિલ યુદ્ધ સ્મારકની જ્યોતમાં મેળવી દેવામાં આવશે. કારગિલ યુદ્ધ વખતે દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે ૨૬મી જુલાઇએ કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે અમર જવાન જ્યોતિ સમક્ષ સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવત અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સિંહે જણાવ્યું હતું કે દેશની સરહદની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર વીર શહીદોને હું શ્રદ્ધાંજલિ આપું છું. હું એમના પરિવાર અને કુટુંબીઓ પ્રત્યે મનપૂર્વક અફસોસ વ્યક્ત કરું છું. આર્મીએ આ પ્રસંગે દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરના દ્રાસમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. મશાલ લઇ જનાર ટુકડી શૈક્ષણિક અને દેશભક્તિને લગતી ચર્ચાઓનું આયોજન કરશે. આ સાથે તેઓ શૈક્ષણિક સંસ્થાઓમાં જઇને ખ્યાતનામ વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.૨૬ જુલાઈ ૧૯૯૯નાં દિવસ કે જ્યારે પાકિસ્તાન ભારતીય સેના સામે ઘુંટણીયે પડી ગઈ હતી. યુદ્ધની શરૂઆત કરનાર પાકિસ્તાન પાસે ભારત સામે નમવા સિવાય અન્ય કોઈ પણ વિકલ્પ બચ્યો જ નહતો. ભારતીય જવાનોની બાહદૂરી, જુસ્સા અને દેશપ્રેમને જોઈને પાકિસ્તાની સૈનિકોએ હાર પોતાની હાર સ્વિકારી લીધી હતી. કારગીલનું યુદ્ધ લગભગ બે મહિના સુધી ચાલ્યું હતું. પાકિસ્તાની સેનાનાં એલઓસીમાં ઘુસણખોરી કરવાની જાણ એક બકરીઓ ચરાવનાર એક ભરવાડે કરી હતી. એક ભરવાડ પોતાની બકરીઓ ચરાવી રહ્યો હતો અને ત્યાં જ તેણે બોર્ડર પાસે બંકર જોયા. તે ભરવાડે તરત જ તે અંગેની જાણ ભારતીય જવાનોને કરી હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે સેનાની એક ટીમને આ અંગેની તપાસ કરવા માટે કામે લગાવી દેવાઈ હતી. ૫ મે ૧૯૯૯નાં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિત છ જવાનોની ટીમ ત્યાં જઈ પહોંચી હતી પરંતુ પાકિસ્તાની સેનાએ આ જવાનોને ઘેરી લીધા હતા. ત્યારબાદ ત્યાં પહોંચેલા છએ જવાનોનાં મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં સેનાને મળ્યાં હતાં. પાકિસ્તાની સેનાએ ભારતીય જવાનોની હત્યા કરી તે પહેલા તેમના પર ત્રાસ ગુજાર્યો હતો. કેપ્ટન સૌરભનાં કાનનાં પડદામાં ગરમ સળીયા ભોંકી દીધા હતા અને તેમની આંખો પણ ફોડી નાખી હતી. આટલું જ નહીં પરંચુ તેમનાં શરીરનાં કેટલાક અંગો પણ કાપીને તેમનાં હાડકા પણ ભાંગી નાખ્યા હતાં. આ અમાનવીય ઘટના પછી જ કારગિલનું યુદ્ધ શરૂ થયું હતું. એવું કહેવાય છે કે જનરલ મુશર્રફે કારગિલ યુદ્ધ પહેલા ત્યાંના વડાપ્રધાન શરીફને પણ આ અંગે જાણ નહતી કરી યુદ્ધ શરૂ થઈ ગયા બાદ વડાપ્રધાન શરીફને આ અંગેની જાણ થઈ હતી. આ યુદ્ધ ૨૬ જુલાઈ ૧૯૯૯ ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું.આ યુદ્ધ ને ઓપરેશન વિજય તરીકે ઓળખાય છે.આ યુદ્ધને ૧૭ વર્ષ થઈ ગ્યા છે પરંતુ હજુ સુધી ભારતીય સૈનિકોની હિંમત આજે પણ લોકોના માનસ પર છવાયેલી છે
૨૬ જુલાઈ , ૧૯૯૯ ના રોજ ભારતીય સેનાએ કારગીલની પહાડીઓ પર લડવામાં આવેલા ખતરનાક યુદ્ધમાં પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે પરાસ્ત કર્યું હતું. આ યુદ્ધમાં ભારતીય સેનાના અનેક જવાનો શહીદ થયા હતાં અને તેમના એ જ બલિદાને ભારતને વિજયી બનાવ્યું હતું. આ પહેલા ૧૯૬૫ અને ૧૯૭૧માં પણ ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં પરાજય આપ્યો હતો.કારગીલ યુદ્ધના ત્રણેક મહિના પહેલા ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન ગયાં હતાં. પાકિસ્તાન સાથે શાંતિ અને સદભાવ જળવાઈ રહે તે હેતુથી એક શાંતિ બસની શરૂઆત કરી વડાપ્રધાન પોતે તે જ બસમાં બેસી પાકિસ્તાન ગયા હતાં.પાકિસ્તાને તે વખતે તોપોની સલામી સાથે ભારતને આવકાર્યું હતું. પરંતુ કહેવાય છે ને કે કૂતરાની પૂંછળી વાંકી તે વાંકી. ભારતના બધા જ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા અને તેના થોડા જ સમય બાદ તે જ તોપો દ્વારા ભારત સાથે યુદ્ધ થયું.૧૯૯૯ નું યુદ્ધે એ જમ્મુ-કાશ્મીરના કારગીલ જિલ્લામાં પાકિસ્તાનના સૈનિકોની ઘૂસણખોરીને અટકાવી એમને ખદેડવા માટે થયું હતું ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈવાળા કારગીલમાં શિયાળામાં તાપમાન -૬૦ જેટલું નીચું હોય છે આ જ કારણથી આપણા જવાનો માટે કારગીલમાં રહીને સીમાની સુરક્ષા કરવી ખૂબ જ કઠિન છે.જેને કારણે શિયાળામાં જવાનો આ પહાડી પરથી નીચે આવી જાય છે. આનો ફાયદો ઉઠાવી પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓના વેશમાં કારગીલ પહાડી પર કબજો જમાવી દીધો. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતે’ ઓપરેશન વિજય ’ની શરૂઆત કરી.’ઓપરેશન વિજય’ની શરૂઆત સાથે જ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધું. પરંતુ પાકિસ્તાનની સેના ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈ પર હોવાથી ભારતને જવાબી કાર્યવાહીમાં પ્રાકૃતિક રીતે ખૂબ જ અડચણો નળી રહી હતી.જ્યારે ભારતે સત્તાવાર રીતે ઓપરેશન વિજયની શરૂઆત કરી ત્યારે સમગ્ર પાકિસ્તાન સરહદે મોટા યુદ્ધની તૈયારીના ભાગ રૂપે સેના ખડકવામાં આવેલી. પ્રાકૃતિક અવરોધો અને વૈશ્વિક સત્તાઓની નામરજી છતાં ભારતની આર્મી અને વાયુ સેના દ્વારા ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું.યુદ્ધમાં આપણા ૫૨૭ જેટલા બહાદૂર જવાનોએ શહીદી વહોરી. ભારતમાતાના એ વીર જવાનોની શૌર્યગાથાને આજે પણ દેશ યાદ કરે છે. કારગીલ યુદ્ધ એ વિશ્વના યુદ્ધ ઇતિહાસમાં એક અજોડ છે કારણ કે આ યુદ્ધ ફક્ત બે દેશ વચ્ચે જ નહિ પરંતુ સૌથી ઊંચાઈ પર લડવામાં આવેલ યુદ્ધ હતું.અંદાજે ૧૮ હજાર ફૂટ ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં ૫૨૭ ભારતીયો જવાન શહીદ થયા છે. ૧૩૬૩ જવાન ઘાયલ થયા હતાં. ભારતે આ લડાઈ ૮૪ દિવસમાં જીતી લીધી હતી.૧૯૯૯માં ભારત અને પાકિસ્તાન દ્વારા સમર્થિત ઘુસણખોરો વચ્ચે ૧૭ વર્ષ અગાઉ ૧૯૯૯ની મે અને જૂન વચ્ચે કારગીલ યુદ્ધનું સંક્ષિપ્ત ઇતિહાસ છે.આ યુદ્ધમાં લાખ ૫૦ હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા, ૩૦૦થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોજ ૫,૦૦૦થી વધારે બોમ્બ ભારત તરફથી રોજ ફાયર કરવામાં આવતા હતાં.યુદ્ધના મહત્વના ૧૭ દિવસોમાં રોજ આર્ટિલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી આ પહેલું એવુ યુદ્ધ હતું જેમાં કોઈ એક દેશની સેનાએ બીજા દેશની સેના પર આટલા બોમ્બ ફેંક્યા હતાં.૧૯૯૯ માં, મે અને જૂન વચ્ચે, કાશ્મીરના કારગીલ જિલ્લા અને નિયંત્રણ ક્ષેત્રની નજીકના વિસ્તારો (એલઓસી) માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સશસ્ત્ર સંઘર્ષ થઈ, પાકિસ્તાને સમર્થિત ઘુસણખોરોએ વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ઊંચી ઊંચાઇવાળા ચોકીઓ પર કબજો કરી લીધો હતો, જેના કારણે ભારતીય ભૂમિએ હારી ગયા હોદ્દાઓ પર પુનઃપ્રાપ્ત કરવા માટે ‘ઓપરેશન વિજય’ નું સંપૂર્ણ પાયે લોન્ચ કર્યું હતું.આ ઓપરેશનનો હેતુ કારગીલ-દ્રાક્ષ સેક્ટરે ઘૂસણખોરીના કાફલા ને ધ્યાનમાં રાખીને વ્યુહરચના થઇ હતી,જે યુદ્ધ ૬૦ દિવસથી વધુ સમયથી લડ્યું હતું તે આખરે ૨૬ જુલાઇના રોજ પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનથી જીવનમાં ભારે નુકસાન થયું.છેલ્લે ૨૬ જુલાઇ, ૧૯૯૯ ના રોજ, ભારતએ સફળતાપૂર્વક ઉચ્ચ ચોકીઓનો આદેશ લીધો, જે પાકિસ્તાનના ઘુંસણખોરો હારી ગયા હતાં.ભારતે નિયંત્રણ રેખાના ભારતીય બાજુ પર પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી બળવાખોરો દ્વારા કારગિલ સેક્ટરના ઘુસણખોરીને સાફ કરવા ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું, યુદ્ધ ૬૦ દિવસથી વધુ સમયથી લડ્યું હતું તે આખરે ૨૬ જુલાઇના રોજ પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનને જીવનમાં ભારે નુકસાન થયું.છેલ્લે ૨૬ જુલાઇ, ૧૯૯૯ ના રોજ, ભારતે સફળતાપૂર્વક ઉચ્ચ ચોકીઓને પાછી મેળવી હતી અને જ્યાં પાકિસ્તાનના ઘુંસણખોરો હારી ગયા હતા.

Related posts

EVENING TWEET

aapnugujarat

Jhulan Yatra Mahotsav celebrated at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

लाल किले से नया मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1