Aapnu Gujarat
ગુજરાત

સંઘર્ષ કરતાં પાટીદાર સમાજને હક્ક મળવો જોઈએ : રાજ બબ્બર

મોદી સરકારના ૩ વર્ષની થઈ રહેલી ઉજવણીના વિરોધમાં અભિનેતામાંથી નેતા બનેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બર સુરત આવ્યાં હતાં. તેમણે લોકોમાં વર્તમાન સરકારના ગેરવહીવટને ઉજાગર કરતાં આંકડા રજૂ કર્યા હતાં. કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં રાજ બબ્બરે મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી હોવાના આંકડા આપ્યાં હતાં. પાટીદાર આંદોલન અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ’પાટીદાર સમાજ સંઘર્ષ કરતો હોવાથી તેને તેમનો હક્ક હિસ્સો મળવો જોઈએ.’પીપલોદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ બબ્બરે જણાવ્યું હતું કે, ’દેશમાં રાજસ્થાન, એમપી, ઓડિશા, ગુજરાત સહિતના રાજ્યોમાં લોકોનો અવાજ દવાબી દેવાના પ્રયાસો વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. દેશનો દરેક નાગરિક મોદી સરકારના શાસનમાં આવ્યાં બાદ દુઃખી થઈ રહ્યો છે. તેમ છતાં હાલની સરકાર ઉજવણીમાં વ્યસ્ત છે. કોંગ્રેસ લોકો સમક્ષ સરકારની હકીકત રજૂ કરવા દેશમાં દરેક શહેરોમાં અભિયાન ચલાવી રહી છે.’રાજ બબ્બેર મનમોહનસિંહની સરકાર અને વર્તમાનની મોદી સરકારના આંકડાઓ રજૂ કર્યા હતાં. આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ’શિક્ષણ, ઔદ્યોગિક, મહિલા સુરક્ષા, બેટી બચાવો, દલિતો પર થતાં અત્યાચારો, યુવાઓને રોજગારી દરેક મોરચે મોદી સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. વર્તમાન સરકાર માત્રને માત્ર બોલ બચ્ચનની સરકાર છે. નક્કર આયોજનો, નીતિના અભાવે યુવાનો પાસે રોજગારી નથી. બે કરોડ નોકરીઓ આપવાની જાહેરાતો કરનાર સરકાર અઢી લાખ લોકોને રોજગારી આપીને હાંફી ગઈ છે.’નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના આંકડા આપતાં રાજ બબ્બરે જણાવ્યું હતું કે, ’વડાપ્રધાનને માત્ર હરવા ફરવાનો શોખ છે. કોઈ જ કામગીરી થતી નથી તેથી તેઓ છાસવારે વિદેશમાં પ્રજાના પૈસે ઉપડી જાય છે. જેનું કોઈ જ પરિણામ મળતું નથી. લોકોના ખાતામાં રૂપિયા ૧૫ લાખ આપવાની વાત કરનાર નેતાઓએ નોટબંધીથી લોકોને પાયમાલ કરી નાખી છે.’

Related posts

મેમનગર વિસ્તારમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ચાર જણાં ઝડપાયા

aapnugujarat

आपत्ति को सेवा के अवसर में बदलने का महायज्ञः चुड़ासमा

aapnugujarat

અમરનાથ એટેકઃ વલસાડના વતની લલીબહેનના મોત સાથે મૃત્યુઆંક ૮

aapnugujarat

Leave a Comment

UA-96247877-1