Aapnu Gujarat
રાષ્ટ્રીય

યોગી સરકાર ખેડૂતોનાં દેવાં માફીનાં નાણાં જુલાઈના અંત સુધીમાં બેંકોને પહોંચાડશે

ઉત્તર પ્રદેશ સરકાર જુલાઈના અંત સુધીમાં ૮૬ નાના અને સીમાંત ખેડૂતોનાં દેવાં માફ કરી દેશે. જુલાઈ સુધીમાં ખેડૂતોનાં દેવાં માફીના રૂપિયા સરકારી બેંકોને મોકલી દેવામાં આવશે.
ઉત્તર પ્રદેશના એગ્રી્રકલ્ચરલ પ્રોડક્શન કમિશનર ચંદ્રપ્રકાશે જણાવ્યું હતું કે લાભાર્થી કિસાનોની બેંકોની યાદી ૧૫ દિવસમાં પ્રત્યેક જિલ્લાના ડીએમ પાસે પહોંચી જશે. ત્યારબાદ રાજ્ય સ્તરે એક ખાસ સોફ્ટવેરની મદદથી જેમની પાસે વધુ જમીન અને ખેતરો છે એવા ખેડૂતોનાં નામ આ યાદીમાંથી હટાવી દેવાશે અને તેમને દેવાં માફીનો લાભ નહીં મળે, કારણ કે તેમણે ઓછી જમીન બતાવીને લોન લીધી હતી. કમિશનર ચંદ્રપ્રકાશે જણાવ્યું હતું કે આ લિસ્ટમાં નાના અને સીમાંત ખેડૂતોનાં નામ દૂર કરાશે નહીં. તેનું કારણ એ છે કે ખેડૂતોની ઓળખ માટે કોઈ નિર્ધારિત માપદંડ નથી. આ લિસ્ટમાંથી નામ અલગ કરવા માટે જો એકાઉન્ટન્ટનો રિપોર્ટ માગવામાં આવશે તો ભ્રષ્ટાચાર થવાની શક્યતા છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે ખેતીની જમીનના આધારે ખેડૂતોનાં દેવાં માફીનો નિર્ણય કર્યો છે. એવું માનવામાં આવે છે કે સમગ્ર પ્રક્રિયા સંપન્ન થતાં એક મહિનાથી વધુ સમય લાગશે અને જુલાઈની અંત સુધીમાં ખેડૂતોનાં દેવાંનાં નાણાં સરકારી બેંકોમાં મોકલવામાં આવશે. દેવાં માફી યોજના માટે રૂ. ૩૬૭૨૯ કરોડની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારે કિસાન રાહત બોન્ડ જારી કર્યા છે.

Related posts

केजरीवाल के जनता दरबार में रोके गए कपिल मिश्रा ने समर्थको संग किया भजन-कीर्तन

aapnugujarat

સુપ્રિમ કોર્ટે ૨૦ હજાર કરોડના શારદા ચિટફંડ કૌભાંડમાં તપાસ કરવાની ‘ના’ પાડી

aapnugujarat

जगन सरकार ने पूर्व सीएम नायडू के बाद अब उनके परिवार की सुरक्षा घटाने का किया फैसला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1