Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈની કોર્ટે ડ્રગ્સ કેસમાં મમતા કુલકર્ણી અને વિક્કી ગોસ્વામીન ભાગેડુ જાહેર કર્યાં

મુંબઈની કોર્ટે બોલીવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી અને એનાં પતિ કથિત ડ્રગ્સ દાણચોર વિકી ગોસ્વામીને ફરાર ઘોષિત કર્યાં છે.થાણેની સેશન્સ અને નેશનલ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એક્ટ કેસીસની સ્પેશિયલ કોર્ટે મમતા અને વિકીને આજે ભાગેડૂ ઘોષિત કર્યાં છે અને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૮૨ અંતર્ગત એમની ધરપકડનું વોરંટ પણ ઈસ્યૂ કર્યું છે.થાણે કોર્ટે મમતા અને વિકીને થાણે શહેરમાંથી જપ્ત કરાયેલા કેફી દ્રવ્યોનાં એક કેસના સંબંધમાં ફરાર ઘોષિત કર્યાં છે.મમતા અને વિકી રૂ. ૨૦૦૦ કરોડની કિંમતના ઈફીડ્રાઈન ડ્રગ જપ્તી કેસમાં મુખ્ય આરોપીઓ છે.૨૦૧૬ના એપ્રિલમાં થાણેની પોલીસે કેફી પદાર્થોના બે દાણચોરની ધરપકડ કર્યા બાદ અને એમની પૂછપરછ કરાતાં મમતા અને વિકીની સંડોવણી પ્રકાશમાં આવી હતી.પૂછપરછમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્રના સોલાપુરમાં વિકી ગોસ્વામીની કથિત માલિકીની એવોન લાઈફસાયન્સ પ્રા.લિ. કંપની કેફી દ્રવ્યો બનાવે છે.પોલીસે મમતા અને વિકી સામે આ વર્ષની ૨૮ માર્ચે એક બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું હતું, પણ આરોપીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.આ વર્ષના જાન્યુઆરીમાં વિકી ગોસ્વામીને અમેરિકાના ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ ડ્રગ્સના વેપારના આરોપસર કેન્યામાંથી પકડી લાવ્યા હતા.
મુંબઈની પોલીસે અંધેરી વેસ્ટના ઓશિવરા વિસ્તારમાં મમતા કુલકર્ણીએ બે પ્રોપર્ટી ખરીદી હોવાનું શોધી કાઢ્યું હતું. એ બંને પ્રોપર્ટીને કોર્ટે ટાંચમાં લીધી છે.વિકી ગોસ્વામી આંતરરાષ્ટ્ર ડ્રગ્સ દાણચોર હોવાનું મનાય છે. મમતા કુલકર્ણીએ એની સાથે લગ્ન કર્યાં છે.૧૯૯૭માં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર કરવા બદલ ગોસ્વામીને દુબઈમાં જેલની સજા ફટકારવામાં આવી હતી.એ વખતે વિકી મમતાનો બોયફ્રેન્ડ હતો. મમતા વારંવાર એને દુબઈ જેલમાં મળવા જતી હતી. ત્યારબાદ જેલમાં જ બંનેએ લગ્ન કર્યાં હતાં.વિકી ગોસ્વામી અમદાવાદનો હોવાનું મનાય છે, જે મુંબઈમાં સ્થાયી થયો હતો અને ત્યાં એને મમતા સાથે ફ્રેન્ડશિપ થઈ હતી.

Related posts

ट्रैक्टर रैली के दौरान हुई हिंसा पर सुप्रीम कोर्ट ने सुनवाई करने से किया इनकार

editor

લોકસભા ચૂંટણી-૨૦૧૯ : પાંચમાં ચરણમાં કુલ ૬૭૪ ઉમેદવારના ભાવિનો ફેંસલો

aapnugujarat

सीडबल्यूसी में बोले राहुल- पत्र तब भेजा गया, जब सोनिया गांधी बीमार थीं

editor

Leave a Comment

UA-96247877-1