પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સીક્યોરિટી બજારો સાથે સંબંધિત બાબતો પર પારસ્પરિક સહકારના સંબંધમાં ભારતના સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને ઇરાનના સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ ઓર્ગેનાઇઝેશન (એસઇઓ) વચ્ચે થયેલા દ્વિપક્ષીય સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.એમઓયુ બંને નિયમનકારો વચ્ચે આર્થિક જોડાણ અને સહકારના વધુ વિકાસને પ્રોત્સાહન આપશે તેવી શક્યતા છે તથા તેનો ઉદ્દેશ બંને દેશોમાં સીક્યોરિટીઝ બજારોના અસરકારક વિકાસ માટે શરતો ઊભી કરવાનો છે. તે બંને દેશો વચ્ચે માહિતી વહેંચણી માળખું મજબૂત કરવામાં પણ પ્રદાન કરશે. સેબી અને ઇરાનના એસઇઓનો વિદેશી પારસ્પરિક સહકાર અને નિયમનકારી પ્રવૃત્તિઓના મૂલ્યમાં સંવર્ધન કરશે તેવી અપેક્ષા છે.એમઓયુ સેબી અને ઇરાનના એસઇઓ વચ્ચે માહિતી વહેંચણીનું માળખું મજબૂત કરવામાં પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.