આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં તેની શાનદાર જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેની અંતર્ગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઇકે રાજભવન ખાતે યોગાભ્યાસ કાર્યક્રમમાં શામેલ થયા હતા. આ દરમિયાન યોગગુરૂ રામદેવ બાબાએ આ કાર્યક્રમનું સંચાલન કરતા લોકોને યોગ દિવસનું રિહર્સલ કરાવ્યુ હતું. આયુષ વિભાગના રાજ્યમંત્રી ડો. ધર્મસિંહના જણાવ્યા અનુસારા આ યોગાભ્યાસમાં યોગાચાર્ય સ્વામી રામદેવ, યોગાચાર્ય ચિન્મય પાંડયા સહિત અલગ-અલગ યોગ સંસ્થા તેમજ રાજ્યના બધા મંત્રીઓ, વરિષ્ઠ પ્રસાશનિક તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે ૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં આ વખતે લખનઉ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. આજના કાર્યક્રમમાં યોગગુરૂ બાબા રામદેવે સીએમ યોગી સાથે યોગ દિવસનું રિહર્સલ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ રામનાઇક પણ હાજર રહ્યાં હતા.
આગળની પોસ્ટ