મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા થતાં ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વર્કરો પૈકીના એક વર્કરની બેદરકારીના પરિણામે આ બનાવ બન્યો હતો. આ વર્કરે ફટાકડાઓમાં બેદરકારીથી સળગતી બીડી ફેંકી દીધી હતી. આ ફેક્ટરી જિલ્લા હેડક્વાર્ટરથી પાંચ કિલોમીટરના અંતરે સ્થિત મૈનપુર રોડ પર છે. મધ્યપ્રદેશના બાલાઘાટમાં બુધવારે એક ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થયો. ૨૫ લોકોનાં મોત થયા હોવાની જાણ થઈ છે, જોકે સ્થાનિરક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે, ૬ લોકોના મોત થયા છે.
ઘટના બાલાઘાટથી ૮ કિલોમીટર દુર ખેરી ગામમાં થઈ. બચાવકાર્ય ચાલુ છે. ફટાકડાની ફેક્ટરીની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં લોકોની લાશો વિખરાયેલી જોવા મળી છે. મળતી માહિતી પ્રમાણે, ખેરીમાં ધણા વખતથી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. બપોરે લગભગ ૩ વાગે અહીંયા વિસ્ફોટ થયો. તે પછી આગ લાગી ગઈ. રિપોટ્ર્સ પ્રમાણે, ૨૫ લોકોના મોત થયા છે. કલેક્ટર ભરત યાદવે છ લોકોના મોતની પુષ્ટિ કરી છે. જાણકારી પ્રમાણે, આ ફેકટરીમાં કામ કરતી રેખા ઘાયલ હાલતમાં ગામ પહોંચી અને તેણે જ આ અકસ્માતની જાણકારી આપી. તે પછી ગામવાળાઓ અને લોકલ એડમિનિસ્ટ્રેશન ત્યાં પહોચ્યું જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત સમતે ફેકટરીમાં ૪૭ મજુરો કામ કરી રહ્યા હતા.
પાછલી પોસ્ટ