Aapnu Gujarat
ગુજરાત

પાટીદાર યુવાનનાં કસ્ટોડિયલ ડેથનાં વિરોધમાં મહેસાણા બંધ દરમિયાન હિંસા : જનજીવન ઠપ

મહેસાણા બંધના કારણે આજે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. દુકાનો અને વેપારી પેઢીઓ બંધ રહી હતી. પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવાનના મોત સામેના વિરોધમાં આજે મહેસાણા બંધની હાકલ કરવામાં આવી હતી. પાટીદારોના રોષને લઇને પોલીસને ફરી એકવાર ભારે જહેેમત ઉઠવાવવી પડી હતી. પાસ અને એસપીજીએ પણ મહેસાણા બંધને ટેકો જાહેર કર્યો હતો. પાટીદાર યુવાનોના ટાળોએ નગરપાલિકા ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. પેટ્રોલ બોટલમાં ભરીને ફેંકતા તંગદિલી ફેલાઈ હતી. પાટીદારોએ દુકાનો બંધ કરી હતી. મોઢેરા અને રાધનપુરના એસટી રુટ બંધ કરવામાં આવ્યા હતા. તમામ જગ્યાઓએ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. મહેસાણા પાટીદાર યુવકના મોત અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતીન પટેલ અને ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં મહેસાણાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી જ્યારે કાયદો અને વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા હતા. મોઢેરા, રાધનપુર રોડ પરના બસના રૂટ બંધ કરાયા હતા. તકેદારીના ભાગરૂપે એસટી રૂટ બંધ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મહેસાણામાં પાટીદાર યુવાનની પોલીસ દ્વારા હત્યા મુદ્દે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો હું સવિનય કાનુન ભંગ સાથે મહેસાણામાં બળજબરી પ્રવેશ લઈશ. હું જેલમાં જવાથી નથી ડરતો. મારા પીટાદાર સમાજ માટે સરકાર સામે તાકાતથી લડીશ. મૃતક કેતનના કાકા મફતભાઈએ જણાવ્યું હતું જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સિવિલમાંથી લઈ જઈશું નહી, અને સિવિલમાં જ બેસી રહેશું.

Related posts

રૂપાણીના આદેશ છતા પાટિલે લોકો ભેગા કરી ફોટોસેશન કરાવ્યો

editor

બજેટમાં રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય

editor

ગુજરાતમાં કરોડોનો છે પતંગ ઉદ્યોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1