Aapnu Gujarat
Uncategorized

કેંદ્રિય માત્સ્યકિ પ્રૌધ્યોગિકી સંસ્થા વેરાવળ દ્વારા રાષ્ટ્રિય વૈજ્ઞાનિક હિંન્દી સેમિનાર નુ આયોજન

ભાકૃઅનુપ- કેમાપ્રૌસં વેરાવળ અનુસંધાન કેંદ્ર દ્વારા તારીખ 26.6.2019 ના રોજ ‘હોટેલ ધ ગ્રાંડ દક્ષ’ વેરાવળ ખાતે  રાષ્ટ્રિય વૈજ્ઞાનિક હિંન્દી સેમિનાર નુ આયોજન કરાયુ જેનો વિષય ગુજરાત ના વિશેષ સંદર્ભ મા ફિશરીઝ સેક્ટર મા ટેક્નોલોજિકલ પ્રગતિ’ હતો. આ સેમિનાર ના મુખ્ય અતિથિ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી ‌‌‌‌‌ અજય પ્રકાશ            હતા. સેમિનાર દરમિયાન મત્સ્ય અને માત્સ્યકી વિજ્ઞાન વિષે 20 મૌખીક શોધ પ્રપત્રો તેમજ 16 પોસ્ટર પ્રસ્તુતિઓ, મત્સ્ય પ્રસંસ્કરણ પ્રૌધ્યોગિકી વિષે 11 મૌખીક શોધ નિબંધો  તેમજ 9 પોસ્ટર પ્રસ્તુતિઓ દેશભર ના મત્સ્ય વૈજ્ઞાનિકો, સંશોધકો, અધ્યાપકો તેમજ મત્સ્ય અને માત્સ્યકી વિજ્ઞાન ના વિધ્યાર્થીઓ દ્વારા રજુ કરવામા આવી. આ રાષ્ટ્રિય વૈજ્ઞાનિક હિંન્દી સેમિનાર ના મુખ્ય વિષયો જેવા કે જળકૃષિ ના ઉભરતા આયામો, જલીય સ્વાસ્થ્ય મેનેજમેન્ટ, મત્સ્ય સંશાધન મા નુતન ટેક્નોલોજી નો વિકાસ, મત્સ્ય પ્રસંસ્કરણ મા ટેક્નોલોજી ની પ્રગતી, નિરંતર મત્સ્ય પ્રણાલી, મત્સ્ય વિસ્તાર, બ્લ્યુ અર્થ વ્યવસ્થા(Blue Economy) અને સમુદ્રિ ખાધ્ય વેપાર તેમજ મત્સ્યોધ્યોગ નુ હાલ નુ ચિત્રણ જેવા વિષયો પર માછીમાર સમાજ, મત્સ્ય ઉધ્યમીઓ, અભ્યાસુઓ, વિધ્યાર્થીઓ, સંશોધનકર્તા ઓ અને નિતિ નિર્ધારકો માટે ખુબજ માહિતિ આપનારુ રહ્યુ. આ સેમિનાર નુ ખાસ મહત્વ એ પણ રહ્યુ કે સેમિનાર મા રજુઆત નુ માધ્યમ અંગ્રેજી નહી પરંતુ રાષ્ટ્ર ભાષા હિંદી મા હતુ જેથી આ વિષે જનસામાન્ય પણ અવગત થઈ શકે.

                સેમિનાર ની શરુઆત ભાકૃઅનુપ ના ગીત દ્વારા અને અનુસંધાન કેંદ્ર ના વૈજ્ઞાનિક ડો. આશિષ કુમાર ઝા ના સ્વાગત પ્રવચન થી કરાઈ, ત્યારબાદ અતિથિ વિશેષ મહોદય જિલ્લા કલેક્ટર શ્રી ‌‌‌‌‌ અજય પ્રકાશ તેમજ કાર્યક્રમ ના આમંત્રિત મહેમાનો સર્વશ્રી પિયુષભાઈ ફોફંડી, પ્રમુખ સી ફુડ એક્ષ્પોર્ટર્સ એસોશિએશન ઓફ ઈંડીયા, ડૉ. દિવુ ડી, પ્રભારી વૈજ્ઞાનિક, સીએમએફઆરઆઈ, વેરાવલ, ડો. રેણુકા જે., નાયબ નિયામક (રાજભાષા)  ભાકૃઅનુપ- કેમાપ્રૌસં, કોચ્ચિ ની ઉપસ્થિતિ મા દિપ પ્રાગટ્ય થી કરાયુ. અને ઉપસ્થિત મહાનુભાવો નુ સ્વાગત અનુસંધાન કેંદ્ર  ના પ્રભારી વૈજ્ઞાનિક ડૉ. ટોમ્સ જોસેફ દ્વારા કરવામા આવ્યુ.          

ત્યારબાદ ટેકનિકલ સત્રો શરુઆત કરવામા આવી અને ભાગ લેનાર સર્વે એ પોતપોતાના વિષયો ઉપર વ્યાખ્યાનો આપ્યા. આ તકે ભાગ લેનાર સહભાગીઓ માથી શ્રેષ્ઠ શોધ પ્રપત્રો તેમજ પોસ્ટર પ્રસ્તુતિઓ ને ઈનામ તેમજ પ્રમાણ પત્રો નુ વિતરણ પણ કરાયુ.

આ સેમિનાર ના મુખ્ય અતિથિ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી ‌‌‌‌‌ અજય પ્રકાશ સાહેબે ઉપસ્થિત સર્વે ને સંબોધિત કરતા કહ્યુ કે વૈજ્ઞાનિક સંશોધન ની ભાષા અંગ્રેજી હોવા છતા સી.આઈ.એફ.ટી. દ્વારા મત્સ્ય સંશોધન ના પરિણામો અને તે વિષયક પ્રગતીઓ સ્થાનિક લેવલે પહોંચે અને બધા સમજી શકે તે માટે હિંન્દી મા સેમિનાર નુ આયોજન એક પ્રશંસનિય પગલુ છે. તેમણે વિશેષ મા જણાવ્યુ કે આપણુ જ્ઞાન જમીની સ્તરે પહોંચે અને ભવિષ્ય ના વૈજ્ઞાનિકો ને આથી સંદેશ અને પ્રેરણા મળે અને નવી ટેક્નોલોજી માછીમારો સુધી પહોંચે અને તેમનો વિકાસ થાય તે દિશા મા જ્યા જરુર પડે ત્યા સરકારશ્રી તરફ થી પણ યોગ્ય સહકાર પ્રાપ્ત થતો રહેશે. આ તકે આમત્રિત મહેમાન  શ્રી   પિયુષભાઈ ફોફંડી એ જણાવ્યુ કે આપણી વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના ને અનુરુપ મને પ્રાપ્ત જ્ઞાન હુ સમાજ ને કઈ રીતે આપી શકુ જેથી તેમની ઉન્નતિ થાય, તેમણે સુચન આપતા જણાવ્યુ કે મત્સ્સ્યોધ્યોગ સાથે સંકળાયેલ સર્વે સરકારી સંસ્થાઓ ઉધ્યોગપતિઓ અને માછીમાર સમાજ એક છત્ર હેઠળ એકઠા થાય અને તેમના વચ્ચે સેતુ-સંવાદ બંધાય તો નવી ટેકનિકો અને સંશોધન જ્ઞાન નો લાભ જરુરીયાતમંદ ને આપી શકાય.

સંસ્થાના પ્રભારી વૈજ્ઞાનિક ડો. ટોમ્સ જોસફ એ જણાવ્યુ કે વૈજ્ઞાનિક શોધો જે પણ થાય તે જનમાનસ ને ઉપલબ્ધ હોવી આવશ્યક છે, જેથી તેનો લાભ સમ્બંધિત સમાજ ને મળી શકે, મત્સ્ય સંશોધન મા હાલ શુ શંશોધનો થઈ રહ્યા છે તે માછીમાર સમાજ જાણી શકતો નથી માટે આવા સેમિનારો સ્થાનિક ભાષા કે હિંન્દી મા તેનો પ્રચાર પ્રસાર થય તે સમય ની માંગ છે આ સેમિનાર થકી તેવા પ્રયાસ કરવાની આ શરુઆત છે. ડો. રેણુકા જે.  નાયબ નિયામક (રાજભાષા)  કેમાપ્રૌસં, કોચિન એ તેમના વ્યક્તવ્ય મા જણાવ્યુ કે વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ ને પ્રયોગશાળાઓ સુધી સિમિત ન રાખતા જો લક્ષ્ય સમુહ ને તે પહોંચાડવી હોય તો તેમા ભાષાઓ નુ યોગદાન બહુમુલ્ય હોય છે. હિંદી ની સાથે સાથે ક્ષેત્રિયભાષાઓ  ને પણ નજરઅંદાજ કરી ન શકાય આ માટે ભાષાવિદો અને વૈજ્ઞાનિકો સે સાર્થક કાર્ય કરવાથી ટેક્નોલોજી હસ્તાંતરણ મા અપેક્ષિત પરિણામો અને સમાજ ની સમ્રુદ્ધિ નિસ્ચિત છે

આ સઘળા સેમિનાર નુ સફળ આયોજન ભાકૃઅનુપ- કેમાપ્રૌસં ના વેરાવળ અનુસંધાન કેંદ્ર  ના પ્રભારી વૈજ્ઞાનિક ડૉ. ટોમ્સ જોસેફ તેમજ તેમની વૈજ્ઞાનિકો ની ટીમ અને કચેરી ના કર્મચારીઓ દ્વારા કરવામા આવ્યુ. કાર્યક્રમ ના અંતે આભાર પ્રસ્તાવ શ્રીમતિ નિમ્મિ એસ. કુમાર, ટેકનિકલ આસિસ્ટંટ અને હિંદી ભાષાન્તરકાર દ્વારા કરવામા આવ્યુ અને રાષ્ટ્રિય ગાન સાથે કાર્યક્રમ નુ સમાપન કરાયુ 

મીનાક્ષી ભાસ્કર વૈધ સોમનાથ          

Related posts

देश में कोरोना ‘अनस्टोपेबल’: संक्रमितों की संख्या 60 लाख के पार

editor

માળીયા હાટીના તાલુકામાં મેઘલ રિવર કોર ગ્રુપની અનોખી કામગીરી

editor

પીઠડીયા ગામમાં કૃષિ કાયદાનો જબરદસ્ત વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1