Aapnu Gujarat
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફી : તાજ જાળવવા આડે ભારત માટે અનેક પડકારો

ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પ્રથમ મેચમાં ભારતે પોતાના નજીકના હરિફ પાકિસ્તાન પર ગઇકાલે મોડી રાત્રે ૧૨૪ રને જીત મેળવી હતી. ગ્રુપ બીની બન્ને ટીંમોની આ પ્રથમ મેચ હતી. પાકિસ્તાન સામે જીત મેળવી લીધા બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જાળવી રાખવા માટે હવે ભારતને વધારે પડકારની સ્થિતીનો સામનો કરવો પડશે. એક પણ ભુલ હવે ભારે પડી શકે છે. કોઇપણ ટીમને ઓછામાં ઓછી બે મેચ જીતવાની સ્થિતિમાં સેમિફાઇનલમાં સીધી તક મળશે. પ્રથમ મેચમાં પોતાના સ્તર પર કરવામાં આવેલી અનેક ભુલને સુધારી દેવા માટે ભારતને પણ ધ્યાન આપવુ પડશે. ભારતને સેમીફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમ સામે રમવુ પડશે. સેમીફાઇનલમાં સ્થાન સુરક્ષિત કરવા માટે કોઇ પણ ટીમને ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે.ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બનવાના કારણે બન્ને ટીમોને એક એક પોઇન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવામાનની સ્થિતીને જોતા ભારતને આગામી મેચ જીતીને તેની સેમીફાઇનલ ટિકિટ પાકી કરી લેવી જોઇએ. ભારતીય ટીમ પ્રથમ મેચ પાકિસ્તાન સામે એજબેસ્ટન ખાતે રમ્યા બાદ આઠમી જૂને શ્રીલંકા સામે અને ૧૧મી જૂનના દિવસે દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. આઇસીસી વનડે ચેમ્પિયનશીપ રેન્કિંગમાં ટોપ આઠમાં રહેલી ટીમો મેદાનમાં ઉતરી છે. બાંગ્લાદેશની ટીમ આ વખતે વેસ્ટ ઇન્ડિઝની જગ્યાએ રમી રહી છે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝ યાદીમાં નવમા ક્રમ પર છે. વર્ષ ૨૦૦૬ બાદથી બાગ્લાદેશની ટીમ પ્રથમ વખત પરત ફરી છે. જેથી તેના ખેલાડીઓ પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હાલમાં જ માન્ચેસ્ટરમાં હુમલો કરવામાં આવ્યા બાદ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા પાસાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. દરેક ટીમને કેટલીક સુચના પણ આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પહેલી જૂનથી ૧૮મી જૂન સુધી ઈંગ્લેન્ડમાં કરવામાં આવ્યું છે. ગઇકાલે એજબેસ્ટનના મેદાનમાં હાઉસફુલની સ્થિતી જોવા મળી હતી. સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પહેલાથી જ તૈયાર હતા. બપોરે મેચ શરૂ થતાની સાથે જ લોકો ટીવી ઉપર ગોઠવાઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં પણ રસ્તાઓ બપોરના ગાળામાં મેચ શરૂ થયા બાદ સુમસામ દેખાયા હતા.ગઇકાલની મેચ પહેલા બન્ને દેશો વચ્ચે છેલ્લે ટ્‌વેન્ટી વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ૧૮ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૮ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે ચાર વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતે આ રન ૧૫.૫ ઓવરમાં જ બનાવી લીધા હતા. પાકિસ્તાને ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર શરૂઆત કરી હતી. આ બંને ૨૪ ઓવરમાં સ્કોરને ૧૩૬ સુધી લઇ ગયા હતા.ત્યારાબાદ કેપ્ટન વિરાટ કોહલીના ૬૮ બોલમાં ઝંઝાવતી ૮૧ રન, યુવરાજ સિંહના ૩૨ બોલમાં તોફાની ૫૩ રન, શિખર ધવનના ૬૮ અને રોહિત શર્માના ૯૧ રનની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા ૪૮ ઓવરમાં ત્રણ વિકેટે ૩૧૯ રન કર્યા હતા. વરસાદ વિલન બનવાના કારણે આ મેચમાં ઓવરોની સંખ્યા ઘટાડવામાં આવી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ છેલ્લે છ બોલમાં ત્રણ છગ્ગાની મદદથી અણનમ ૨૦ રન ફટકારીને ક્રિકેટ ચાહકોને રોમાંચિત કરી દીધા હતા .જવાબમાં પાકિસ્તાનની ટી સ્પર્ધામાં ક્યારેય દેખાઇ ન હતી. પાકિસ્તાનના સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા.
જો કે પાકિસ્તાનના બેટ્‌સમેનો ભારતની શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગના કારણે ટકી શક્યા ન હતા. હવે જો કોઇ કારણસર મેચ રદ થશે તો ભારત અને આફ્રિકાન સેમીફાઇનલમાં પહોંચવા માટે આંકડા પર ઘ્યાન આપવાની જરૂર રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઇ રહેલી કુલ આઠ ટીમો પૈકી ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલની દમદાર મેચ જોવા મળશે. કુલ મળીને કોઇપણ સ્ટેજમાં એક પણ ભુલ મુશ્કેલરુપ સાબિત થઇ શકે છે. જો કોઇ કારણસર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદના લીધે ધોવાઈ જાય તો ૧-૧ પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં ૩-૩ પોઇન્ટ થઇ શકે છે. આંકડાની દ્રષ્ટિએ જોવા જઇએ તો ઇંગ્લેન્ડ પણ પ્રબળ દાવેદાર દેખાઈ રહી છે. ઇંગ્લેન્ડ પોતાની પ્રથમ ગ્રુપ એની મેચમાં જીત મેળવીને પોતાના ગ્રુપમાં ટોપ ઉપર છે.

Related posts

कोहली-रोहित के बीच अब भी मनमुटाव की खबरें जारी : गावस्कर

aapnugujarat

भारत ने बांग्लादेश को हराया

aapnugujarat

न्यूजीलैंड के खिलाफ टेस्ट सीरीज के लिए श्रीलंका टीम का एलान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1