Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિંસાના લીધે દેશમાં ખર્ચનો આંકડો ૭૪૨ અબજ ડોલર : મૃતાંક ઘટ્યો પણ ખર્ચ વધ્યો

ઇન્સ્ટીટ્યુટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જારી કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૭માં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૬માં હિંસાના કારણે ભારતમાં ખર્ચનો આંકડો ૭૪૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. આ મહિનાની શરૂઆતમાં જારી કરવામાં આવેલા અહેવાલમાં ૧૬૩ દેશોની યાદીમાં ભારત ૧૩૭ અને મેક્સિકો ૧૪૨માં ક્રમાંકે હતા. ૨૦૧૧થી આ ઇન્ડેક્સની યાદી જારી કરવામાં આવી છે.
ભારતે તાજેતરના વર્ષોમાં પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે. રિપોર્ટમાં અંદાજ મુકવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૬માં ભારતે હિંસાના કારણે જીડીપીના ૮.૬ ટકા સુધી અથવા તો ૭૪૨ અબજ ડોલરનું નુકસાન થઇ ચુક્યું છે. ૨૦૧૬માં હિંસાના પરિણામ સ્વરુપે જીડીપીને ભારે નુકસાન થયું હતું. આ આંકડો ૬૮ અબજ ડોલરનો રહ્યો હતો. વર્ષ ૨૦૧૫માં આ આંકડો ભારતની જીડીપીના પાંચ ટકા અથવા તો ૩૪૨ અબજ ડોલરનો રહ્યો હતો. ૨૦૧૪માં આ આંકડો ૧૭૭ અબજ ડોલરનો અથવા તો જીડીપીના ૩.૬ ટકાનો રહ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એકંદરે રેંકિંગમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. આંતરિક સંઘર્ષના પરિણામ સ્વરુપે મોતનો આંકડો ભારતમાં ઘટ્યો છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૩માં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૧૯૯૪ બાદથી પ્રથમ વખત ભારતની અંદર સંઘર્ષ સાથે સંબંધિત મોતનો આંકડો ચાર આંકડાથી નીચે પહોંચી ગયો છે. સમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદ અને ભાંગફોડી પ્રવૃતિમાં મોતનો આંકડો ઉલ્લેખનીય રીતે ઘટી રહ્યો છે. આંતરિક સંઘર્ષમાં પણ ખુવારીના આંકડામાં ઘટાડો થઇ રહ્યો છે. ભારતમાં હિંસાના ખર્ચમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આંતરિક સુરક્ષાના લીધે હાલત કફોડી બની રહી છે. ૨૦૧૪-૧૫માં મંત્રાલય દ્વારા સુરક્ષા માટે ફાળવણીમાં પણ તબક્કાવારરીતે વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૪-૧૫માં મંત્રાલય દ્વારા ૯૫ અબજ ડોલરની ફાળવણી કરવામાં આવી હતી. ૨૦૧૭-૧૮માં ફાળવણી ૧૨૯ અબજ ડોલર રહી હતી. સીઆરપીએફને પણ તૈનાત કરવામાં આવી હતી. મંત્રાલય તરફથી મળતા નાણા પૈકી સીઆરપીએફને સૌથી વધારે નાણા મળે છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વધુ સુરક્ષા ગોઠવવામાં આવી છે. સીઆરપીએફને ૨૦૧૭-૧૮માં ૨.૭ અબજ ડોલર આપવામાં આવ્યા હતા જે છેલ્લા નાણાંકીય વર્ષની સરખામણીમાં ૧૦ ટકા વધારે છે.

Related posts

पाक. सुप्रीम कोर्ट में कुलभूषण जाधव को जल्द फांसी देने की याचिका दायर

aapnugujarat

PM dedicates INS Kalvari to the nation

aapnugujarat

‘લોકી રેન્સમવેર’ વાઇરસ જે કોમ્પ્યુટર લોક કરી, ખોલવા માટે માંગે પૈસા, સરકારે ચેતવણી કરી જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1