Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિગ્ગજ નેતાઓની હાર બાદ લોકસભામાં નેતાઓની પસંદગીમાં સંકટ, થરૂરે કહ્યું- જવાબદારી લેવા તૈયાર

લોકસભા ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હારી ગયા છે. એવામાં પાર્ટીની સામે ગૃહમાં નેતાઓની પસંદગી માટે સંકટ ઊભું થઈ ગયું છે. કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ગૃહમાં હશે પરંતુ તેમાંથી કોઈ વિપક્ષના નેતાનું પદ સંભાળશે કે નહી તે સ્પષ્ટ નથી. થરૂરે કોઈ પણ જવાબદારી નિભાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ગત વખતે સોનિયા-રાહુલની હાજરી હોવા છતા આ જવાબદારી ખડગેએ સંભાળી હતી.એવી અટકળો છે કે શશિ થરૂર, અધીર રંજન ચૌધરી અને મનીષ તિવારીમાંથી કોઈને પણ નેતા બનાવી શકાય છે. મનીષ તિવારી ગત વખતે ગૃહના સભ્ય ન હતા, જ્યારે ચૌધરી ૧૯૯૯થી લોકસભાના સભ્ય છે. તેમને સૌથી વધારે અનુભવ છે.શશિ થરૂરે કહ્યું, ગૃહમાં પાર્ટીની સ્થિતી અંગે હું કંઈ નહીં બોલી શકું, પણ હાં, ગૃહમાં મોટા ભાગની જવાબદારી લેવા માટે હું તૈયાર છું. મારી પર ગૃહમાં પાર્ટી માટે વાત કરવાની જવાબદારી છે. હું છેલ્લા ઘણા વર્ષોથી આ કરી રહ્યો છું. એવામાં પાર્ટીની જવાબદારીને ગૃહમાં નિભાવવામાં મને આનંદ થશે.આ વખતે ગૃહમાં વીરપ્પા મોઈલી, કે.એચ. મુનિયપ્પા અને કે.વી.થોમસ પણ ચૂંટણી જીતી શક્યા ન હતા. એમ.આઈ શાનવાસે ચૂંટણી લડી ન હતી. તેમની જગ્યાએ વાયનાડ બેઠક પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી લડી હતી. કોંગ્રેસ નેતા સુનીલ જાખડ અને કમલનાથ પણ ગૃહમાં નહીં હોય.પાર્ટી કે કેસી વેણુગોપાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ વખતે ગૃહમાં નથી. વેણુગોપાલને અશોક ગેહલોતની જગ્યાએ મહાસચિવના રૂપમાં પાર્ટી સંગઠનનું કામ સોંપવામાં આવ્યું છે. પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા ન હતા જ્યારે સિંધિયા તેમની પરંપરગત બેઠક ગુનાથી હારી ગયા હતા.ભાજપને ગૃહમાં ઘેરવા અને વળતો જવાબ આપનારા યુવા નેતા સુષ્મિતા દેવ અને રંજના રંજન જેવા યુવા નેતાઓની ગેરહાજરી પણ કોંગ્રેસને નડશે. જો કે, ગૌરવ ગોગોઈ, રવનીત સિંહ બિટ્ટુ અને સુરેશ ચૂંટણી જીત્યા છે.કોંગ્રેસને આ ચૂંટણીમાં ૫૨ બેઠકો મળી હતી. પરંપરા પ્રમાણે, વિપક્ષના નેતાનું પદ સૌથી મોટા વિપક્ષી દળના નેતાને તો મળી શકે છે, પરંતુ તે પક્ષની લોકસભામાં ૧૦ ટકા એટલે કે ઓછામાં ઓછી ૫૫ બેઠકો હોવી જરૂરી છે.

Related posts

Union Petroeluem, steel minister Pradhan met Odisha CM Naveen Patnaik

aapnugujarat

ભાજપની કારોબારીની બેઠક શરૂ : આજે મોદીનું સંબોધન

aapnugujarat

વડાપ્રધાન મોદીની હત્યાના કાવતરાનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1