Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના ચેરમેનશ્રી નંદકુમાર સાઇની અધ્યક્ષતામાં “કન્વેન્શન એન્ડ ફેલીસીટેશન પ્રોગ્રામ ઓન ધી રોલ ઓફ ટ્રાયબલ” કાર્યક્રમ યોજાયો

રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે પ્રાયોજના વહિવટદારશ્રી તથા જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે કન્વેન્શન એન્ડ ફેલીસીટેશન પ્રોગ્રામ ઓન ધી રોલ ઓફ ટ્રાયબલ” વિષયક કાર્યક્રમ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજપીપલાની સૌપ્રથમ મુલાકાતે આવેલ શ્રી નંદકુમાર સાઇનું પારંપારિક આદિવાસી નૃત્ય અને ફટાકડા ફોડીને દબદબાભેર સ્વાગત કરાયું હતું.

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવા, ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ભરૂચનાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્યશ્રી રામસિંહભાઇ રાઠવા, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, જિલ્લા અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ અને શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાયેલા ઉક્ત કાર્યક્રમને ખૂલ્લો મૂકતાં શ્રી નંદકુમાર સાઇએ જણાવ્યું હતું કે, ભારતભરના દુર્ગમ પ્રદેશોમાં વસતા આદિવાસી-બંધુઓ પુરાતનકાળથી જ પોતાની આગવી બોલી, રહેણી-કરણી, સંસ્કૃતિ અને પરંપરાથી અન્ય સમાજથી અલગ તરી આવે છે. સંઘર્ષ અને પ્રગતિના સમયમાં હંમેશા ખભેખભા મિલાવીને ભારતની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે, આદિવાસી સમાજને પ્રાપ્ત અનામતનો હક્ક એ આ સમુદાયનો બંધારણીય હક્ક છે, ત્યારે આવા બંધારણીય રીતે મળેલા હક્ક વિરોધી પરિબળોને આ બાબતથી સાવધપૂર્વક અળગા રહેવા અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, ઇતિહાસમાં જે તે સમયના શાસનકાળમાં બહાદુરીથી લડેલા મહારાણા પ્રતાપને આદિવાસીઓએ યુધ્ધમાં સાથ આપ્યો હતો. ગુજરાતના સપૂત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં આદિવાસીઓના મૂળભૂત હક્કોને આદિવાસી કલ્યાણની અનેક યોજનાઓ દ્વારા વધુ મજબુત બનાવ્યાં છે. વડાપ્રધાનશ્રીના ન્યુ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા આદિવાસી સમાજ હંમેશા તત્પર છે. આ સમાજ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યો નથી. શ્રી નંદકુમાર સાઇએ આદિવાસી સમાજને નશાયુક્ત વ્યસનોની બદી તિલાંજલી આપવાની હાકલ કરતા જણાવ્યું કે, આ વિસ્તારમાં વહિવટીતંત્ર દ્વારા નશાબંધીના ઘનિષ્ઠ પ્રયત્નો થઇ રહ્યાં છે તે આવકારદાયક છે. મે મારા વતનના આદિવાસી ભાઇઓ વ્યસનથી મુક્ત બને તે માટે તા. ૨૩ મી સપ્ટેમ્બર, ૧૯૭૦ થી ભોજનમાં મીઠું લેવાનું બંધ કર્યુ છે કારણ કે મને કોઇએ જાહેરમાં કહ્યું કે, જો માણસ ભોજનમાં મીઠાનું સેવન બંધ કરી શકે તો જ આદિવાસી સમાજ ઉક્ત બદીથી દૂર રહી શકે અને એટલે જ આ પડકાર સામે મેં સંકલ્પ કર્યો કે હવેથી ભોજનમાં ફરી મીઠાનો ઉપયોગ ન કરવો. જેને આજ સુધી હું વળગી રહ્યોં છું. ઉપસ્થિત જનમેદનીએ આ વાતને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.

પ્રારંભમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં અને અંતમાં પ્રાયોજના વહિવટદારશ્રી સી.બી. વસાવાએ ઉપસ્થિત સૌનું આભારદર્શન કર્યું હતું.

Related posts

ક્રેઇન વેદાંતા કંપની દ્વારા કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રી અમદાવાદ કલેક્ટરને અર્પણ કરાઇ

editor

ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલની વધુ બે પોલ ખૂલી

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાનાં હરવાંટ ગામે જુવારિયા ઈંદની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1