Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો ત્યાં ત્યાં કોંગ્રેસની કારમી હાર થઈ

લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી લેનાર પ્રિયંકા ગાંધીને ભાઈ રાહુલે પક્ષમાં મહાસચિવ બનાવી અને ઉત્તર પ્રદેશના પ્રભારીનું પદ સોંપ્યું હતું. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના હોમ ગ્રાઉન્ડ પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે પ્રિયંકાએ જવાબદારી સંભાળી અને કામકાજ શરૂ કર્યુ હતું. જોકે, પ્રિયંકાના રાજકારણ પ્રવેશનો નફો ઓછો અને નુકસાન વધારે થયું છે.આ સંયોગ જ ગણાશે કે જે વિસ્તારમાં પ્રિયંકાએ ચૂંટણીનો પ્રચાર કર્યો તે તમામ બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ અમે નથી કહેતા પરંતુ ચૂંટણીનું પરિણામ કહે છે. ઉત્તર પ્રદેશથી લઈને પંજાબ અને દિલ્હી સુધી દરેક જગ્યાએ આવી જ હાલત છે. પ્રિયંકાના પ્રચાર છતાં કોંગ્રેસના ઉમેદવારોની હાર થઈ છે.પ્રિયંકાએ ઉત્તર પ્રદેશની ૧૨ બેઠકો પર પ્રચાર કર્યો હતો જેમાંથી ૧૧ બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થઈ છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ આસામ, સિલ્ચર, હરિયાણા, અંબાલા, હિસાર, રોહતકમાં પ્રચાર કર્યો હતો. તેણે દિલ્હી, મધ્યપ્રદેશ, રતલામ, ઇંદોર અને હિમાચલ પ્રદેશના મંડીમાં પ્રચાર કર્યો હતો. જોકે, આ તમામ બેઠકો પર કોંગ્રેસને નિરાશા હાથ લાગી છે.પૂર્વ યુપીમાં કોંગ્રેસનો સફાયોપ્રિયંકા ગાંધી પૂર્વી યુપીના પ્રભારી હતા. જોકે, આ વિસ્તારમાં કોંગ્રેસનો સફાયો થયો છે. ગાંધી પરિવારના ગઢ જેવી બેઠક અમેઠીમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત કુશીનગર, બારાબંકી, કાનપુર, ફેતપુર સિકરી, ઝાંસી, પ્રતાપગઢ, જૌનપુર, સુલ્તાનપુર, બસ્તી વિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો છે.ગઠબંધનમાં સ્થાન ન મળવાના કારણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી હતી. ૮૦માંથી ૬૭ સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. કોંગ્રેસ પ્રિયંકાનો સામનો કરી અને પોતાની જમીન શોધવામાં લાગેલી હતી જોકે, આવું કઈ પણ જોવા મળ્યું નહોતું.

Related posts

રેલવેની ટિકિટ આધાર, પાનકાર્ડ વિના ઓનલાઈન બુકિંગ નહીં થઈ શકે

editor

આરજેડીના પૂર્વ સાંસદ પ્રભુનાથસિંહને જન્મટીપની સજા

aapnugujarat

ભાજપમાં સામેલ થવાના નિર્ણય સામે ર૦ રાજ્યના જેડી (યુ)ના નેતા નીતીશને પત્ર લખશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1