પૂર્વ વિધાયક અશોકસિંહ હત્યાકાંડ મામલે પૂર્વ સાંસદ તથા આરજેડી નેતા પ્રભુનાથસિંહ સહિત ત્રણને ઝારખંડની હજારીબાગ કોર્ટે દોષી ગણાવતા જન્મટીપની સજા ફટકારી છે. જેલમાં બંધ પ્રભુનાથસિંહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હજારીબાગ કોર્ટમાં રજુ કરાયા હતાં.
આ મામલે પ્રભુનાથ સિંહ, તેમના ભાઈ દીનાનાથ સિંહ અને રિતેશસિંહને સજા મળી છે. મશરક વિધાયક અશોકસિંહની હત્યા ૨૩ વર્ષ પહેલા વર્ષ ૧૯૯૫માં થઈ હતી.સુરેન્દ્ર શર્માની કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રભુનાથસિંહ, દીનાનાથસિંહ અને રિતેશસિંહને જન્મટીપની સજા સંભળાવી. આ સાથે ત્રણેય લોકો પર ૪૦-૪૦ હજારનો દંડ પણ લાગ્યો છે. કોર્ટેના આ ચૂકાદા બાદ પ્રભુનાથ સિંહના ભાઈ કેદારનાથે જણાવ્યું કે તેઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવશે. ૨૨ વર્ષ જૂના આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ હતી.અશોા્સિંહ તે વખતે જનતા દળમાંથી વિધાયક હતાં. તેમના ઉપર ૧૯૯૧માં પણ હુમલો થયો હતો પરંતુ તે સમયે તેઓ બચી ગયા હતાં. પરંતુ ૩ જુલાઈ ૧૯૯૫ના રોજ પટણાના સરકારની આવાસમાં ધોળા દિવસે હત્યા કરી દેવાઈ સારણ જિલ્લાના મશરકથી તત્કાલિન વિધાયક અશોકસિંહની હત્યા તેમના વિધાયક બનાવાના ૩ મહિના બાદ થઈ ગઈ હતી. પ્રભુનાથસિંહ ગત લોકસભા ચૂંટણીમાં મહારાજગંજ સીટ પર હારી ગયા હતાં. તેમને ભાજપના જનાર્દનસિંહે હરાવ્યાં હતાં. પ્રભુનાથસિંહ લાલુ પ્રસાદ યાદવના નજીકના વર્તુળમાં ગણાય છે.