Aapnu Gujarat
ગુજરાત

સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોમાં પે-ટીએમ ઇ-વોલેટ મારફતે ઓનલાઇન પેમેન્ટ કરીને મુસાફરો ટિકિટ ખરીદી શકશે

છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધી ગયો છે. નોટબંધી બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શન વધી ગયા હતા. લોકો ટ્રેન, પ્લેન અને હોટલોનું પેમેન્ટ કેશલેસ ઇ વોલેટ કરી રહ્યા છે ત્યારે એસટી તંત્રએ પણ બસમાં મુસાફરી કરતા પેસેન્જરોને ઓનલાઇન પેમેન્ટથી ટિકિટ ખરીદીની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોમાં પે-ટીએમ ઇ-વોલેટ મારફતે ઓનલાઇન પેમેન્ટ કરીને મુસાફરો ટિકિટ ખરીદી શકશે. એસટી નિગમે સુરત-અમદાવાદ રૂટ પર ટ્રાયલ ધોરણે ચાર બસમાં આ સુવિધા શરૂ કરી છે. યોજના સફળ થશે તો સમગ્ર રાજ્યમાં દોડતી તમામ બસોમાં શરૂ કરવામાં આવશે. પે-ટીએમને કારણે પેસેન્જર અને બસ કન્ડક્ટર વચ્ચે છુટા પૈસાના મુદ્દે થતી માથાકૂટ બંધ થઇ જશે.દેશમાંથી કાળું નાણું દૂર કરવા સરકાર કેશલેસ આર્થિક વહેવારોને પ્રોત્સાહન આપી રહી છે. તમામ સરકારી ખાતાઓમાં પૈસાની લેણદેણ વહેવાર કેશલેસ કરવા સરકાર પ્રયત્નશીલ છે. પેસેન્જર ટ્રેન અને પ્લેન બાદ હવે એસટી બસમાં પણ કેશલેસ પેમેન્ટ કરીને ટિકિટ ખરીદી શકશે. એસટી નિગમે પેસેન્જરને ઇ વોલેટ મારફતે ઓનલાઇન પેમેન્ટ કરીને બસમાં ટિકિટ આપવાની સુવિધા આપવાનો નિર્ણય કર્યો હતો. બુધવારથી સુરત-અમદાવાદ રૃટની ચાર બસોમાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ચારેય બસના કન્ડક્ટરોને પે-ટીએમનો ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે. જે પેસેન્જરના સ્માર્ટ ફોન હશે તે પેસેન્જર ઓનલાઇન પેમેન્ટ કરીને બસની ટિકિટ ખરીદી શકશે. ઓનલાઇન પેમેન્ટ કરીને ટિકિટ ખરીદીને કારણે ટિકિટના પૈસા સીધા એસટી નિગમના ખાતામાં જમા થશે.

Related posts

દિવાળીને લઇ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની પડાપડી

aapnugujarat

साइबर सेल के PSI मिश्रा गिरफ्तार

editor

સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સર્વેલન્સની મદદથી મોબાઇલ પરત મેળવ્યા

editor

Leave a Comment

UA-96247877-1