Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં હજુ આઇએસનો પગપેસારો થયો નથી : કાશ્મીર ડીજીપી

શનિવારે થયેલા બાંદીપુરા એન્કાઉન્ટર, જેમાં ૬ આતંકીઓ માર્યા ગયા હતા, તેના પર ૧૫ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જે.એસ. સંધુ અને ડીજીપી એસ.પી. વૈદ (આર્મી), જીઓસી વિક્ટર ફોર્સ અને આઇજી ઓપરેશન્સ સીઆરપીએફ દ્વારા જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં જે.એસ. સંધુએ કહ્યું, અમે ૨૦૧૭માં અત્યાર સુધીમાં ૧૯૦ આતંકીઓ ઠાર માર્યા છે.પ્રેસ કોન્ફરન્સમાં લેફ્ટનન્ટ જનરલ જે.એસ. સંધુએ કહ્યું, “અમે ૨૦૧૭માં અત્યાર સુધીમાં ૧૯૦ આતંકીઓ ઠાર માર્યા છે. ૧૯૦માંથી ૮૦ આતંકીઓ સ્થાનિક હતા અને ૧૧૦ વિદેશી. ૧૧૦માંથી ૬૬ એવા હતા જેઓ ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયા.”તેમણે કહ્યું, “આ વર્ષે અમે કાશ્મીરની ઘાટીમાં લગભગ ૧૨૫-૧૩૦ જેટલા આતંકવાદીઓને માર્યા છે, જેના પરિણામે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધાર થયો છે.”સંધુએ જણાવ્યું કે, અમે સપ્ટેમ્બર મહિનાથી ઘણા ઓપરેશન્સ ચલાવ્યા છે. અમે દરરોજ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. વિશેષ ફોર્સને આ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે.બાંદીપુરા એન્કાઉન્ટર બાબતે સંધુએ કહ્યું, વિશિષ્ટ સૂચનાના આધારે સીઆરપીએફ, આર્મી, જમ્મુ-કાશ્મીર પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું, જેમાં છ આતંકીઓ માર્યા ગયા.જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદે જણાવ્યું કે, કાશ્મીરને હિંસા, આતંક, ડ્રગ્સ અને બંદૂકોમાંથી મુક્ત કરવાની જરૂર છે. અમે બધા મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. ડીજીપીએ જણાવ્યું કે, મને નથી લાગતું કે ભારતમાં હજુ સુધી અમે આઇએસના પગલાં પડ્યા હોય.ઉલ્લેખનીય છે કે આઇએસએ પહેલીવાર દાવો કર્યો છે કે શુક્રવારે શ્રીનગરના ઝકુરામાં પોલીસ સ્ટેશન પર જે હુમલો થયો તે તેમના આતંકીઓએ કર્યો હતો. આઇએસએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર અરબી ભાષામાં લખીને આ હુમલાની જવાબદારી લીધી છે.જે.એસ. સંધુએ કહ્યું, કે સ્થાનિક આતંકીઓને જાણ હોવી જોઇએ કે તેઓ પોતાને મુજાહિદ કહે છે, પરંતુ તેઓ તો પાકિસ્તાનની કઠપૂતળીઓ છે.સ્થાનિક આતંકીઓ માટે સંધુએ કહ્યું કે, મેઇનસ્ટ્રીમમાં પાછા આવો, તેનાથી ઘાટીમાં શાંતિ સ્થપાશે. અમે તેમને સન્માનપૂર્વક સ્વીકારવા માટે તૈયાર છીએ.

Related posts

PM किसान सम्मान योजना के तहत लाभार्थियों को मिलेंगे चार हजार : सीएम येदियुरप्पा

aapnugujarat

દર વર્ષે ૧૦ લાખ યુવાઓને લશ્કરી તાલીમ આપશે મોદી સરકાર

aapnugujarat

ઇલેક્ટ્રિક વાહનો માટે ઘણી ટેક્સ રાહતો જાહેર થઇ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1