Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પના ન્યૂક્લિયર એટેક જેવા ગેરકાયદેસર આદેશ માનવા સેનાનો ઇન્કાર

સ્ટ્રેટેજિક કમાનના કમાન્ડર એરફોર્સ જનરલ જૉન હિટેને હેલિફેક્ટ ઇન્ટરનેશનલ સુરક્ષા મંચ માટેની એક પેનલ સાથે ન્યૂક્લિયર અટેક વિશે ચર્ચા કરી હતી. ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તેમના કોઇ અધિકારી પરમાણુ હથિયારોથી હુમલો કરવાનો આદેશ આપે છે અને તે આદેશ ગેરકાયદેસર હશે તો આદેશનું પાલન સેના નહીં કરે.
પેનલ સાથેની ચર્ચા દરમિયાન હિટને કહ્યું કે, ટ્રમ્પ સાથે તેઓએ આ અંગે વાતચીત કરી હતી. તેઓ ટ્રમ્પને જણાવશે કે, સેના ગેરકાયદેસર હુમલાઓ નથી કરી શકતી.હું પ્રેસિડન્ટ સાથે વાત કરીશ કે આ ગેરકાયદેસર છે. જો પ્રેસિડન્ટ એવું પૂછશે કે તો કાયદેસર શું હશે? તો આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવાની મિશ્રિત ક્ષમતાઓના વિકલ્પોને રાખીશું.સ્ટ્રેટેજિક કમાન યુદ્ધમાં પરમાણુ બળોને નિયંત્રિત કરશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે નોર્થ કોરિયા તરફથી પરમાણુ હુમલાની ધમકી ગંભીર ચિંતાનો વિષય બન્યો છે અને ટ્રમ્પના ટીકાકારોએ તેમના વલણને લઇને અનેક સવાલો ઉઠાવ્યા છે.ટ્રમ્પે નોર્થ કોરિયા અંગે ટ્‌વીટ કરી હતી, જેનાથી ડેમોક્રેટ્‌સની વચ્ચે ચિંતા વ્યાપી ગઇ છે કે, તેઓ નોર્થ કોરિયાની સાથે યુદ્ધ શરૂ કરી શકે છે.હિટને કહ્યું કે, મારાં મત મુજબ કેટલાંક લોકો એવું વિચારે છે કે, અમે બેવકૂફ છીએ. અમે આ વાતો વિશે ખૂબ જ વિચારીએ છીએ.હવે જ્યારે અમારી પાસે આ જવાબદારી છે તો શા માટે આ અંગે નહીં વિચારીએ? તેઓએ કહ્યું કે, કોઇ પણ ગેરકાયદેસર આદેશનું પાલન નહીં કરવામાં આવે.

Related posts

पाक में मूसलाधार बारिश से मरने वालों की संख्या 134 हुई

editor

रूस के याकुतिया में विमान की आपात लैंडिंग

aapnugujarat

अमेरिका ने चीन के और नागरिकों पर लगाई वीजा पाबंदी

editor

Leave a Comment

UA-96247877-1